Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પેઢીના મેનેજરની થઈ હતી અટકઃ
જામનગર તા.૧૭ : ખંભાળિયામાં કાર્યરત એક પેઢી ના માલિક અને મેનેજર સામે જીપીઆઈડી એક્ટ હેઠળ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે મેનેજરની ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી મંજૂર રખાઈ છે.
યુનિક એસએમસીએસ લિ. નામની પેઢીની ખંભાળિયામાં દસેક વર્ષથી ચાલતી શાખામાં કેટલાક વર્ષ પહેલાં રોકાણ કારોએ રોકાણ કર્યું હતું. આ પેઢી લગભગ છ વર્ષમાં રોકાણની બમણી રકમ પરત કરતી હતી પરંતુ વર્ષ ૨૦૨૩-૨૪માં પાકતી મુદ્દતે પેઢીએ રકમ ન ચૂકવતા રોકાણકારો વતી કંપનીના એજન્ટે પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ અન્વયે પોલીસે જીપીઆઈડી એકટ હેઠળ ગુન્હો નોંધી કંપનીના મેનેજર જોગીન્દર વર્માની ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે તેને શરતો પર જામીનમુકત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ અશ્વિન મકવાણા, નેહા દેસાઈ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial