Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત સ્વાભિમાન અને પતંજલિયોગ સમિતિના હોદ્દેદારો, મનપાના હોદ્દેદારો તથા ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખે કર્યા યોગા
જામનગરમાં પતંજલિ યોગ પરિવાર દ્વારા જામનગર મહાનગરપાલિકાના સહયોગ થી ત્રિ-દિવસીય નિઃશુલ્ક ધોરણે ઈન્ટીગ્રેડેટ યોગ શિબિર નો આજે શુક્રવારે પ્રારંભ થયો છે. યોગ રૂષિ સ્વામી રામદેવજી મહારાજ અને આયુર્વેદાચાર્યા બાલકૃષ્ણ શાસ્ત્રી, પ્રેરિત અને પૂ. સ્વામી ડો. પરમાર્થ દેવજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયેલી યોગ શિબિરમાં નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, જામનગરના -૭૯ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, દંડક કેતનભાઇ નાખવા, કોર્પોરેટર પ્રભાબેન ગોરેચા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહૃાા હતા, અને યોગ કર્યા હતા. આ ઉપરાંત ભારત સ્વાભિમાનના રાજ્ય પ્રભારી લક્ષ્મણભાઈ પટેલ તેમજ પતંજલિ યોગ સમિતિ ના રાજ્ય પ્રભારી વિનોદભાઈ શર્મા, અને સહ રાજ્ય પ્રભારી ભાવિકભાઈ ખૂંટ વગેરે પણ ઉપસ્થિત રહૃાા હતા, અને યોગ કર્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોનું જામનગર મહાનગરપાલિકા દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. જામનગરની યોગ સમિતિ દ્વારા સર્વેનું સ્વાગત અને સન્માન કર્યું હતું. જામનગરમાં નાગરિકોને નિરામય અને આયુષમાન બનાવવાના હેતુસર ત્રિ-દિવસીય યોગ શિબિર એમ્યુઝમેન્ટ પાર્ક, ગોકુલધામ સોસાયટી, શ્રીજી હોલવાળી શેરી, મહાનગરપાલિકાના ગ્રાઉન્ડમાં યોજાઇ રહી છે.જેમાં અનેક નગરજનો એ પણ જોડાઈને યોગ કર્યા હતા. આ ત્રિદિવસીય શિબિરને સફળ બનાવવા માટે જામનગર જિલ્લા સમિતિ ના રમેશભાઈ ચૌહાણ, મીનાબેન દાસાણી, નિલેષભાઈ આચાર્ય, ચંદ્રવદન ત્રિવેદી, ભરતસિંહ જાડેજા, ભરતભાઈ અગ્રાવત, રમેશભાઈ હરવરા, નટુભાઈ શાસ્ત્રીજી, ગોરવ શાહ અને હિરેનભાઈ ચૌહાણ વગેરે જહેમત લઈ રહૃાા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial