Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની સમર્પણ હોસ્પિટલમાં નેત્રયજ્ઞઃ નેત્રમણી આરોપણ કરાશે

૫.પૂ. મહંતશ્રી રામસ્વરૂપદાસની પુણ્યતિથિએ

જામનગર તા. ૧૭: જામનગરના પરમ વંદનીય મહંતશ્રી રામસ્વરૂપદાસજી મહારાજ સાહેબની ૩૦મી પુણ્યતિથિ નિમિત્તે નેત્રયજ્ઞ તા. ૨૮-૧ને મંગળવારે સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમિયાન સમર્પણ જનરલ હોસ્પિટલ, જામનગરમાં યોજવામાં આવ્યો છે. સ્વ. માંડણભાઈ મુંજાભાઈ કેશવાલા અને સ્વ. હમીરભાઈ રાજશીભાઈ રાણાવાયાના સ્મર્ણાર્થે હસ્તે ઈન્દુબેન અને ભાયાભાઈ કેશવાલા, ચિ. યુવરાજ અને મીનાક્ષીબેન તથા મયુરભાઈ કેશવાલા પરિવાર તેમજ કબીર આશ્રમ-જામનગરના સંયુકત ઉપક્રમે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં દર્દીઓની આંખના રોગનું નિદાન કરી મોતિયાના ઓપરેશન તથા નેત્રમણી આરોપણ કરી આપવામાં આવશે. દર્દીઓ તથા તેઓની સાથે આવેલાને કેમ્પના સ્થળે નિવાસ, ભોજન તથા ચા-પાણીની સુવિધા નિઃશુલ્ક આપવામાં આવશે.  કેમ્પમાં આંખના નિષ્ણાંત ડો.આર.ટી. જાડેજા, ડો. મિત્તલ કડીવાર સેવા આપશે. નેત્રયજ્ઞનો લાભ લેવા સમર્પણ જનરલ હોસ્પિટલના ચીફ ટ્રસ્ટી ભાયાભાઈ કેશવાલાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh