Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે રૂપિયા સાડા ત્રણેક લાખનો મુદ્દામાલ કબજે કર્યાે:
જામનગર તા.૧૭ : જામનગરના ખોડિયારકોલોની વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગમાં ફાયનાન્સની ઓફિસમાં ગઈકાલે પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા ત્યાં ક્રિકેટનો સટ્ટો રમતા ત્રણ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે તેના મોબાઈલ, રોકડ મળી રૂપિયા સાડા ત્રણેક લાખનો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ શખ્સોએ અન્ય એકનું નામ પોલીસને આપ્યું છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી એક ઈમારત સ્થિત ઓફિસમાં ક્રિકેટનો સટ્ટો રમાતો હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે સિટી સી ડિવિઝનના સ્ટાફે પીએસઆઈ વીબી બરબસીયા ના વડપણ હેઠળ ત્યાં આવેલા આશાપુરા કોમ્પલેક્ષમાં ચિરાગ સુરેશભાઈ આહિર નામના મેહુલનગર એંસી ફૂટ રીંગરોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતા શખ્સની ક્રિષ્ના ફાયનાન્સ નામની ઓફિસમાં દરોડો પાડી તલાશી લીધી હતી.
તે ઓફિસમાં ચિરાગ તેમજ દિગ્વિજય પ્લોટ-ર૯માં રહેતો રવિ નવીનભાઈ ગોરી, એંસી ફૂટ રીંડ રોડ પર રહેતો સિકંદર ઈસ્માઈલ દલવાણી મળી આવ્યો હતો.
આ શખ્સો હાલમાં બાંગ્લાદેશમાં રમાતા ક્રિકેટ મેચનો મોબાઈલમાં લાઈવ સ્કોર નીહાળી બે આઈડી પરથી રનફેર, વિકેટ સહિત સટ્ટો રમતા મળી આવ્યા હતા. પોલીસે રૂ.૨૦ હજાર રોકડા અને રૂપિયા સાડા ત્રણ લાખની કિંમતના ચાર મોબાઈલ મળી કુલ રૂ.૩ લાખ ૭૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ શખ્સોએ પોતાના સાગરિત ખોડિયારકોલોનીવાળા મહેન્દ્રસિંહ પરાક્રમસિંહ રાણાનંુ નામ આપ્યું છે. પોલીસે ચારેય શખ્સ સામે જુગારધારાની કલમ ૪, પ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial