Advertisement
Author: નોબત સમાચાર

જામનગર ઠંડુગારઃ તાપમાન ૧૩ ડિગ્રી

જામનગર તા. ૧૭: જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ તથા હિમાચલ પ્રદેશમાં ફરી એક વખત હિમવર્ષાનો પ્રારંભ થયો છે. બરફ વર્ષાના કારણે પ્રવાસીઓને મજા પડી ગઈ છે. ઉત્તરભારતમાં હાડ થીજવતી કાતિલ ઠંડી પડતા ત્યાંનુ જનજીવન ઠંુઠવાઈ ગયું છે. ખાસ કરીને પહાડી વિસ્તારમાં રહેતા લોકોની હાડમારીમાં વધારો થયો છે.

ઉત્તરભારતના પહાડી વિસ્તારો પરથી વાતા હિમ જેવા ઠંડા વેગીલા વાયરાઓના પગલે જામનગર સહીત સમગ્ર હાલાર પંથકમાં ઠંડીમાં વધારો થયો છે.

નગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩૫ કિ.મી.ની રહેવા પામી હતી. પોણા ડિગ્રીથી વધુ ઘટીને લઘુતમ તાપમાન ૧૩ ડિગ્રી નોંધાયું હતું. તેજીલા વાયરા અને તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે જામનગર ઠંડુગાર થઈ ગયું હતું. ખાસ કરીને ગઈકાલે રાતથી લઈને આજે વહેલી સવાર સુધી વધારે ઠંડી અનુભવાઈ હતી. ઉત્તરભારતમાં થઈ રહેલી હિમવર્ષાના પગલે આગામી સમયમાં હાલાર સહીત સમગ્ર રાજયમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના સહેવાઈ રહી છે.

જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો પચ્ચીસ ડિગ્રીએ સ્થિર રહ્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ ૯ ટકા ઘટીને ૬૧ ટકા રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh