Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફાયનાન્સ પેઢીએ કરી હતી રાવઃ
જામનગર તા.૧૭ : અમરેલી જિલ્લાના એક આસામી સામે જામનગરની કોર્ટમાં રૂપિયા પોણા ચાર લાખ ના ચેક પરતની ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. અમદાવાદની કે.એસ. ઈન્વેસ્ટમેન્ટ નામની ફાયનાન્સ કરતી પેઢી પાસેથી અમરેલીના પીપરીયા ગામના માધાભાઈ રાજાભાઈ મકવાણા નામના આસામીએ રૂપિયા સવા બે લાખની લોન મેળવી વાહન ગિરો મૂક્યું હતું. તેનો કરાર વર્ષ ૨૦૧૪માં કરાયો હતો.
આ વેળાએ કોરા કાગળમાં જામનગર શહેર લખી નાખવામાં આવ્યું હતુું. તે પછી માધાભાઈનો આપેલો રૂપિયા પોણા ચાર લાખનો ચેક પરત ફરતા પેઢી દ્વારા જામનગરની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી માધાભાઈ મકવાણાનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ ધર્મેન્દ્ર નડિયાધારા, અજય પટેલ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial