Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વસ્તી બે લાખથી સાડા સાત લાખ થઈ છતાં બે ઝોન જ કાર્યરત...
જામનગર તા. ૧૭: જામનગરમાં રાશન કાર્ડ સંબંધિત કાર્યવાહી માટે વધારાના બે ઝોન શરૂ કરવાની ખાસ જરૂરિયાત છે. તેવી માંગણી સાથે રજૂઆત કરવામાં આવી છે.
નગરના એડવોકેટ ગૌતમ ગોહિલએ જિલ્લા કલેકટરને પાઠવેલ પત્રમાં માંગણી કરતા જણાવ્યું છે કે, હાલ રાશન કાર્ડ સંબંધિત કામગીરી ઝોન-૧ અને ઝોન-૨ ચાલે છે. જેમાં અનુક્રમે ૧ લાખ ૫૦ હજાર અને ૭૦ હજાર રાશન કાર્ડધારકો નોંધાયેલા છે.
જયારે જામનગરની વસ્તી બે લાખની હતી ત્યારે પણ આ બે ઝોન કાર્યરત હતાં આજે સાડા સાત લાખની વસ્તી છતાં બે ઝોનમાં કામગીરી ચાલી રહી છે.
રાશનકાર્ડમાં નામ કમી કરાવવા, નામ ઉમેરો કરાવવા, અને અન્ય સુધારા-વધારા માટે અરજદારોની લાંબી કતારો લાગે છે.
અને મહિનાઓ સુધી અરજદારોને રાહ જોવી પડી છે. જે આજના ડીજીટલ યુગમાં સુસંગત નથી. અપૂરતા સ્ટાફનાં કારણે અરજદારોને ધકકા થાય છે.
આથી ઝોન-૧ નું વિભાજન કરી વધારાની સુવિધા શરૂ સેકશન રોડ પરના મહેસુલ ભવનમાં વધારવાની જરૂર છે. શહેરની વસ્તી તેમજ વિકાસના વિસ્તારોને ધ્યાનમાં લઈને ઝોન ૩ અને ૪ નવા શરૂ કરવાની જરૂર છે. આથી કામ ઝડપથી થાય અને લોકોને લાંબી કતારોમાં ઉભા રહેવામાંથી મુકિત મળી શકે.
આજે નામ ઉમેરવા અથવા કમી કરવા જતા અરજદારને અરજી સ્વીકાર્યાના એક માસ પછી સુધારા વધારા સાથે રાશનકાર્ડ પરત લેવા માટે બોલાવવામાં આવે છે. જે યોગ્ય નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial