Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઠ વર્ષ પહેલાં પતરા મૂકી મહિલાએ ઝૂંપડી પણ બાંધીઃ
જામનગર તા. ૨૭: જામનગરના પટેલકોલોની વિસ્તારમાં એક આસામીએ નવ વર્ષ પહેલાં ખુલ્લો પ્લોટ ખરીદ્યા પછી તે જગ્યામાં એક મહિલાએ કબર બનાવી લેતાં તે આસામીએ પોતાની જગ્યામાં ધાર્મિક દબાણ કરાયાની રાવ કરી હતી. તેની તપાસ પછી આ મહિલા સામે પોલીસમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો છે.
જામનગરના બેડીબંદર રોડ પર આવેલી પટેલકોલોનીની શેરી નં.૩માં હનુમાન મઢી પાસે વર્ષ ૨૦૧૫માં સરૂ સેક્શન રોડ પર સરદાર પટેલ સોસાયટીમાં રહેતા મહાવીરસિંહ નટુભા જાડેજા નામના આસામીએ સર્વે નં.૩૯માં પ્લોટ નં.૩૯/૨ પૈકીની જમીન ખરીદી હતી.
જે તે વખતે ૭૯.૪૧ ચો.મી.વાળી આ જગ્યામાં મહાવીરસિંહે દસ્તાવેજ કરાવ્યા પછી તે જમીન અશોક હરીદાસ જોષીએ સોંપી આપી હતી. આ જમીન ખુલ્લા પ્લોટના સ્વરૂપમાં હતી. તેમાં રોશનબેન અલીભાઈ સફીયા નામના મહિલાએ કબર બનાવી નાખી હતી. તેની જાણકારી મહાવીરસિંહને મળતા તેઓએ સ્થળ પર જઈ તપાસ કરી હતી.
તે સ્થળે રોશનબેને કબર બનાવી તેના પર પતરા ચઢાવ્યા પછી સાઈડમાં પરદા બાંધી ઝૂંપડી તૈયાર કરી લીધી હતી અને તેમાં વસવાટ શરૂ કર્યાે હતો. મહાવીરસિંહે આવી રીતે પોતાની જગ્યા પર ધાર્મિક દબાણ ખડકાઈ ગયું હોવાની રાવ સાથે અરજી કર્યા પછી આ મહિલા સામે ગઈકાલે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. સિટી ડીવાયએસપી જે.એન. ઝાલા તથા પીઆઈ પી.પી. ઝાની રાહબરી હેઠળ પીએસઆઈ જે.પી. સોઢાએ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial