Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં રૂ. ર૧૭ કરોડના ખર્ચે નવા બે બ્રીજ બનશે, ચાર માર્ગોનું થશે મજબૂતિકરણ

વિવિધ માર્ગોને પહોળા પણ કરવામાં આવશેઃ

જામનગર તા. ર૭: જામનગર જિલ્લાના નાગરિકોનું આવાગમન સરળ બને તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને અવરજવર દરમિયાન સમય અને નાણાની બચત થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લાના વિવિધ માર્ગો તથા બ્રીજના કામોને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. જે કામો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેમ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજેનર ગૌસ્વામીએ જણાવ્યું છે. આ કામોમાં જામનગર જિલ્લાના વિવિધ રસ્તાઓને પહોળા કરવાના કામ તથા મેજર તેમજ માઈનોર બ્રીજના કામોને રૂ. ર૧૭ કરોડથી વધુના ખર્ચે મંજુરી આપવામાં આવી છે.

જેમાં રૂ. ૯૪.૪૦ કરોડના ખર્ચે જામનગર સમાણા ફૂલનાથ રોડને ૧૦ મીટર પહોળો કરવો, આ રોડનું મજબૂતિકરણ કરવું તેમજ સ્ટ્રક્ચર રીકન્સ્ટ્રકશન તથા સી.સી. રોડના ખર્ચે ૭ મીટર પહોળો કરવાની તેમજ મજબૂતિકરણની કામગીરી, રૂ. ૬૪.૪પ કરોડના ખર્ચે ધ્રોળ કાલાવડ વાયા ડાંગરા સણોસરા રોડ તેમજ રૂ. ર૮.પ૦ કરોડના ખર્ચે સડોદર, મેથાણ, બગશરા, બુટાવદર, માંડાસણ, મોટી પાનેલી રોડને રૂ. ૬ મીટરમાંથી ૭ મીટર પહોળો કરવાની કામગીરીને મંજુરી આપવામાં આવી છે. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા રૂ. પ કરોડના ખર્ચે અલિયાબાડા, વિજરખી રોડ પર મેજર બ્રીજ તેમજ વાડીનાર એપ્રોચ રોડ પર રૂ. ૧.ર૦ કરોડના ખર્ચે માઈનોર બ્રીજ બનાવવાની કામગીરીને મંજુરી અપાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh