Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વૃદ્ધ થઈ ગયેલા 'છોકરા'ઓની ૫ાંચ દાયકાની સફર-અવિસ્મરણીય ક્ષણોઃ
જામનગર તા. ૨૬: સેનિક સ્કૂલ બાલાચડીની ૧૯૭૪ની પાસ આઉટ બેચ માટે પોતાની શાળા એક ઘર સમાન, જેમાં તેઓ ૨૪ નવેમ્બર ૨૦૨૪ના રોજ તેમની સુવર્ણ જયંતીની ઉજવણી માટે લગભગ ૯ વૃદ્ધે 'છોકરાઓ' તેમના પરિવારના સભ્યો સાથે શાળાની મુલાકાતે આવ્યા હતા.
સૈનિક સ્કૂલ બાલાચડીના કાર્યકારી આચાર્ય લેફ્ટનન્ટ કર્નલ હરજોત કૌર દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના આગમન પર તેઓએ શૌર્ય સ્તંભ-શહીદોના યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ વડીલો માટે ૫૦ વર્ષ પછી તેમની જૂની શાળાઓમાં હાજર રહેવું લાગણીસભર અને અવિસ્મરણીય ક્ષણો હતી. તેઓએ શાળાના દરેક ખૂણાની મુલાકાત લેવાની તક ગૂમાવી નહીં જ્યાં તેઓએ તેમના જીવનના સાત વર્ષ વિતાવ્યા જ્યાં તેમના સફળ ભવિષ્યનો પાયો નાખ્યો હતો.
તેઓએ શાળાના કેડેટ્સ અને સ્ટાફ સાથે પણ વાતચીત કરી હતી અને તેમની સાથે સોનેરી યાદો વાગોળી હતી. તેઓએ શાળાના મકાન, હોસ્ટેલની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓ સાથે ભોજન પણ લીધુ હતું. તેઓએ તેમના ભૂતપૂર્વ શાળાની મુલાકાત લેવાની તક આપવા બદલ પણ સત્તાધિકારીની પ્રશંસા કરી અને આભાર વ્યક્ત કર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial