Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એવો કોઈ રોગ નથી, જે કલા થેરાપી થી દુર ન થાયઃ ઉપાસના ઠક્કર
જામનગર તા. ર૭: આઈ એમ પોસિબલ ફાઉન્ડેશન અને વન રૂપી સેન્ટર દ્વારા ગાંધીનગરના સેકટર ર૦માં ૩૧ દિવસનો એક કેમ્પ યોજાયો. જેમાં આઈ એમ પોસિબલ ફાઉન્ડેશન દ્વારા ગરીબ બાળકોને શિક્ષણ અને ચિત્ર તેમજ સંગીતની કલાઓનું શિક્ષણ વિના મૂલ્ય આપવામાં આવ્યું. આ સિવાય બાળકોને બાળ જાતિય શોષણ જેવા ગંભીર વિષયથી માહિતગાર કરવામાં આવ્યા અને તેનાથી પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તે વિશે તાલીમ આપવામાં આવી હતી. સાથે સાથે ગરીબ સ્ત્રીઓને તેમના અધિકાર વિશે જણાવી તેમની પારિવારિક સમસ્યાઓનું સમાધાન ઉકેલવામાં આવ્યું હતું.
આઈ એમ પોસિબલ ફાઉન્ડેશન જેની સ્થાપના ર૦ર૩ની સાલમાં અમદાવાદમાં મહિલાઓ તેમજ બાળકોની સુરક્ષા તથા વિકાસ માટે શરૂ કરવામાં આવેલ છે. જેના દ્વારા અલગ-અલગ ગામડાઓ અને શહેરોમાં ફરીને વિના મૂલ્યે બાળકો પર થતાં જાતીય જેવા ગંભીર વિષય પર કામ કરવામાં આવી રહ્યું છે તથા તરૂણાવસ્થામાંથી પસાર થઈ રહેલા તરૂણોની માનસિક સમસ્યાઓ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. સાથે-સાથે આ ફાઉન્ડેશન સ્ત્રીઓના અધિકાર વિશે દરેક સ્ત્રીઓને માહિતગાર કરે છે અને તેમના પારિવારિક તેમજ માનસિક દરેક પ્રકારની સમસ્યાઓનો ઉકેલ પણ લાવી રહ્યું છે.
આ સાથે વનરૂપી સેન્ટર જે કેમ્પ દરમ્યાન માત્ર એક રૂપિયો ટોકન ચાર્જ લઈને કાઉન્સિલિંગ અને આર્ટ થેરાપી આપવાનું કાર્ય કરી રહ્યું છે. આ સેન્ટરની સ્થાપના ર૦રરની સાલમાં અમદાવાદમાં થઈ છે. જે અલગ અલગ ગામડાઓ અને શહેરોમાં ફરીને કેમ્પ લગાવીને માત્ર એક રૂપિયો ટોકન ચાર્જ લઈને પિડીતોને કાઉન્સિલિંગ અને શારીરિક સ્થાસ્થ્ય તેમજ માસિક સમસ્યાઓને દૂર કરવાનું જેવા કાર્યાે કરી રહ્યું છે.
આઈ એમ પોસિબલ ફાઉન્ડેશન તથા વનરૂપી સેન્ટરના સ્થાપક ઉપાસના નટવરલાલ ઠક્કર પોતાના અનુભવથી જણાવે છે કે એવા કોઈ જ શારીરિક રોગ કે માનસિક વિકાર નથી જે ફકલ થેરાપી દ્વારા દૂર ન થાય. સંગીતના સાત સ્વરોમાં એટલું સામર્થ્ય છુપાયેલું છે કે તેને અમુક ટેકનિક દ્વારા ઉપયોગમાં લેવામાં આવે તો તે અસંભવને સંભવ કરી દે. કોઈપણ પ્રકારની માનસિક સ્થિતિ જેને આજકાલ લોકો માનસિક રોગ કે ડિપ્રેશનના નામે ઓળખે છે તે હકીકતમાં કોઈ રોગ કે ડિપ્રેશન નથી પરંતુ મનનો એક વિકાર છે મનની એક સ્થિતી છે જેમાંથી સંગીતના સાત સ્વરો દ્વારા બહાર આવી શકાય છે. આપણી ભારતીય સંસ્કૃતિ સમાન કલાઓ આત્માનો ખોરાક છે અને ઈશ્વર પ્રાપ્તી માટેનો સૌથી સરળ માર્ગ પણ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial