Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વોર કમિટીનો નિર્ણયઃ નેતન્યાહૂની સ્પષ્ટ વાત
નવી દિલ્હી તા. ર૭ ગાઝાના 'ગાભા' કાઢ્યા પછી હવે હિઝબુલ્લાહ સાથે ઈઝરાયલે યુદ્ધવિરામ જાહેર કર્યું છે. આ અંગે ઈઝરાયેલની વોર કેબિનેટે નિર્ણય લીધો હતો.
ઈઝરાયેલની વોર કેબિનેટે લેબેનોનમાં ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ૬૦ દિવસ માટે સીઝફાયર ડીલને મંજુરી આપી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને વ્હાઈ હાઉસ છોડતા પહેલા એક મોટી સફળતા મેળવી છે. ઈજરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે યુદ્વવિરામ સંબંધિત ડીલ કરવામાં તેઓ સફળ રહ્યા છે. ઈઝરાયેલની સુરક્ષા કેબિનેટે મંગળવારે મોડી રાત્રે યુદ્વવિરામને મંજુરી આપી હતી.
ઓક્ટોબર ૭ મા ઈજરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયા પછી હિઝબુલ્લાએ ઉત્તરતીય સરહદ પર હુમલો કરવાનું શરૂ કર્યું. આ ડીલ પછી ઈઝરોલ અને હિઝબુલ્લાહ વચ્ચે લગભગ ૧૪ મહિનાથી ચાલી રહેલ યુદ્ધનો અંત આવી ગયો છે. રાષ્ટ્રીય સુરક્ષા કેબિનેટે તેને ૧૦-૧ ના મતથી મંજુરી આપી હતી. થોડીવાર પછી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને જાહેરાત કરી કે ઈઝરાયેલ અને લેબેનોનના સમય અનુસાર સવારે ૪ વાગ્યાથી યુદ્વવિરામ અમલમાં આવશે. ભારતીય સમય અનુસાર આ યુદ્વવિરામ સાંજે ૭-૩૦ વાગ્યાથી અમલમાં આવશે. કરારની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. આ કથિત રીતે ૬૦ દિવસની વિન્ડો આપે છે જે દરમિયાન ઈઝરાયેલ દક્ષિણ લેબનોનમાંથી તેની સેના પાછી ખેંચી લેશે.
લેબનીઝ સેના લિતાની નદીની દક્ષિણમાં લગભગ પ,૦૦૦ સૈનિકો તૈનાત કરશે. યુદ્ધવિરામ કરાર અનુસાર હિઝબુલ્લાહ દક્ષિણ લેબનોન છોડી દેશે અને તેના લશ્કરી માળખાને નષ્ટ કરવામાં આવશે. હિઝબુલ્લાહ દ્વારા યુદ્ધવિરામના ઉલ્લંઘનનો જવાબ આપવા માટે અમેરિકા ઈઝરાયેલને અધિકાર પણ આપી રહ્યું છે. ઈઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયે કહ્યું કે, ઈઝરાયેલ આ પ્રક્રિયામાં અમેરિકાના સહયોગની પ્રશંસા કરે છે અને તેની સુરક્ષા માટે કોઈપણ ખતરો સામે કાર્યવાહી કરવાનો અધિકાર અનામત રાખે છે.
ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ કહ્યું કે હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ સમયની જરૂરિયાત છે, કારણ કે ઈઝરાયેલની સેના હાલમાં ઈરાનને પહોંચી વળવાના પડકાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. આનું બીજુ કારણ એ છે કે ઈઝરાયેલ આર્મીના હથિયારોના સ્ટોકને ફરીથી રિપેર કરવાની જરૂર છે.
નેતન્યાહૂએ કહ્યું કે એમાં છૂપાવવા જેવું કંઈ નથી કે હથિયારો અને દારૂગોળાની ડિલિવરીમાં ઘણો વિલંબ થયો છે. અમારે હજુ પણ વધુ અદ્યતન શસ્ત્રો પૂરા પાડવાના છે જેથી અમારા સૈનિકો સુરક્ષિત રહે અને અમે બમણા બળથી જવાબી કાર્યવાહી કરી શકીએ.
ત્રીજું કારણ આપતા તેમણે કહ્યું કે હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ પણ હમાસને અલગ કરવાનો એક માર્ગ છે. હમાસ શરૂઆતથી જ હિઝબુલ્લાહ પર નિર્ભર હતી. તે યુદ્ધમાં હિઝબુલ્લાહની મદદ લઈ રહ્યો હતો. હવે હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ પછી તેને અલગ કરી દેવામાં આવશે. આવી સ્થિતિમાં જો હિઝબુલ્લાહ યુદ્ધવિરામના નિયમોનું ઉલ્લંઘન કરીને હમાસને મદદ કરે તો ઈઝરાયેલ જવાબી કાર્યવાહી કરશે. હમાસે દક્ષિણ ઈઝરાયેલ પર હુમલો કર્યાના બીજા દિવસે હિઝબુલ્લાહે ૮ ઓક્ટોબર, ર૦ર૩ ના ઈઝરાયેલ પર હુમલો કરવાનું શરૂ કર્યું. બાદમાં આ વર્ષે સપ્ટેમ્બરમાં ઈઝરાયેલે લેબેનોન પર ઝડપી હવાઈ હુમલા કર્યા અને ઈઝરાયેલી સેના આક્રમક કાર્યવાહી માટે લેબેનોનના દક્ષિણ ભાગમાં પ્રવેશી.
છેલ્લા એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. લેબનોન કહે છે કે યુદ્ધમાં ઓછામાં ઓછા ૩,૭૬૮ લોકો માર્યા ગયા છે. જેમાંથી મોટાભાગના છેલ્લા બે મહિનામાં મર્યા છે. બીજી તરફ ઈઝરાયેલનું કહેવું છે કે હિઝબુલ્લાહના હુમલામાં અત્યાર માત્ર ૮ર સૈનિકો અને ૪૭ નાગરિકો માર્યા ગયા છે. બીજી તરફ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં આખું ગાઝા તબાહ થઈ ગયું છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ૪૪ હજાર લોકો માર્યા ગયા છે, જ્યારે ઘણાં લોકો ઘાયલ પણ થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial