Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંધારણ અંગે અપાઈ વિસ્તૃત માહિતીઃ
જામનગર તા. ૨૭: ખંભાળિયામાં મંગળવારે બંધારણ દિવસની જિલ્લા સરકારી વકીલની કચેરીમાં ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્ય સરકારના ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશનના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં મંગળવારે બંંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
તે અન્વયે ખંભાળિયા સ્થિત આહિર કન્યા છાત્રાલયમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સરકારી વકીલની કચેરીમાં આયોજન કરાયું હતું. પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ એમ.આર. શુકલા, ચીફ જ્યુડી. મેજી. આર.આઈ. ચોપરા, કલેકટર જી.ટી. પંડયા, મામલતદાર વી.આર. વરૂ ઉપસ્થિત રહ્યા હતા. એપીપી અલ્પેશ પરમાર, એડવોકેટ વી.એચ. કનારાએ વિગતો આપી હતી.
આ વેળાએ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના મંત્રી ડી.બી. ગોહિલ, જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા તથા અન્ય સરકારી વકીલ તથા તેમના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન એપીપી એમ.એલ. ગોસ્વામીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial