Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પેટર્ન બદલાતા ચક્રવાતી તોફાનનું એલર્ટઃ દરિયાકાંઠે ભય ફેલાયો
નવી દિલ્હી તા. ર૭: ફેંગલ વાવાઝોડાના કારણે હવામાન બદલાઈ જતા અનેક ફ્લાઈટો રદ થઈ છે, તો ઘણી ટ્રેનો પણ કેન્સલ થઈ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગભરાટનો માહોલ છે.
દેશમાં હવામાન બદલાઈ રહ્યું છે. જેના કારણે સવાર-સાંજ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. ધુમ્મસના કારણે દરરોજ ઘણી ટ્રેનો અને ફ્લાઈટ્સ રદ કરવામાં આવી રહી છે. આજે એટલે કે ર૭ મી નવેમ્બરે ઈન્ડિગોની ઘણી ફ્લાઈટ્ રદ કરવામાં આવી છે. ફ્લાઈટ્સ કેન્સલ થયા પાછળનું કારણ ફેંગલ વાવાઝોડાને કારણે બદલાયેલું હવમાન છે. આ જાણકારી એરલાઈન્સ દ્વારા એક્સ પર આપવામાં આવી છે. આ સાથે ભારતીય રેલવેએ પણ માહિતી આપી છે કે ઘણી ટ્રેનોના સંચાલનને અસર થઈ છે.
દેશમાં હવમાનની પેટર્ન ઝડપથી બદલાઈ રહી છે, જ્યારે કેટલાક રાજ્યોમાં ગાઢ ધુમ્મસ અને ઠંડી છે, તો કેટલાક વિસ્તારોમાં ચક્રવાતી તોફાન 'ફાંગ્લ'ની ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા આ ચક્રવાતી તોફાનના અવાજને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અરાજક્તાનો માહોલ છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે પશ્ચિમ બંગાળની ખાડીમાં બનેલું દબાણ ક્ષેત્ર હવે ઊંડા દબાણમાં ફેરવાઈ ગયું છે અને તે ર૭ નવેમ્બર સુધીમાં ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ શકે છે.
ચક્રવાતની અસરને કારણે તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને આંધ્રપ્રદેશ જેવા તટીય રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. આઈએમડી એ તામિલનાડુ અને પુડુચેરીમાં ર૭ થી ૩૦ નવેમબર સુધી નારંગી અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેવી જ રીતે કેરળ અને માહેમાં ર૭ નવેમ્બરે ભારે વરસાદ પડશે, જ્યારે આંધ્રપ્રદેશ અને રાયલસીમા વિસ્તારોમાં ર૮ અને ૩૦ નવેમ્બરની વચ્ચે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઈન્ડિગો ચેન્નાઈ, તુતિકોરીન અને મદુરાઈથી આવતી ફ્લાઈટ્સ માટે એડવાઈઝરી ચાલુ રાખે છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ર૭ નવેમ્બરના ઓપરેટ થનારી ફ્લાઈટ્સ બદલાતા હવામાનને કારણે રદ્ કરવામાં આવી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, પ્રતિકુળ હવામાનના કારણે ચેન્નાઈ, તુતિકોરીન અને મધુરાઈની ફ્લાઈટને અસર થઈ રહી છે. આ સિવાય તિરૂચિરાપલ્લી અને સાલેમની ફ્લાઈટને પણ અસર થઈ રહી છે. એરલાઈને મુસાફરોને તેમની મુસાફરીના અપડેટ્સ માટે વેબસાઈટ સાથે જોડાયેલા રહેવાની સલાહ આપી છે.
ટ્રેન નં. રર૮૬૮, નિઝામુદ્દીન-દુર્ગ એક્સપ્રેસ ર૭ અને ૩૮ નવેમ્બરે રદ્ થશે. ટ્રેન નં. ૦૬૬૧૮ ચિરમીરી-કટની મેમે સ્પેશિયલ ર૪ નવેમ્બરથી ૧લી ડિસેમ્બર સુધી, ટ્રેન નં. ૦૬૬૧૭ કટની-ચિરમીરી મેમુ સ્પેશિયલ ટ્રેન ર૩ અને ૩૦ નવેમબરે, ટ્રેન નં. ૦પ૭પપ ચિરમીરી-અનુપપુર પેસેન્જર સ્પેશિયલ ટ્રેન ર૬, ર૮ અને ૩૦ નવેમ્બરે, ટ્રેન નં. રર૮૬૮ નિઝામુદ્દીન-દુર્ગ એક્સપ્રેસ ર૭ થી ૩૦ નવેમ્બર સુધી, ટ્રેન નં. ૧૮ર૩૪ બિલાસપુર-ઈન્દોર નર્મદા એક્સપ્રેસ ર૩ થી ૩૦ નવેમ્બર સુધી, ટ્રેન નં. ૧૮ર૩૩ ઈન્દોર-બિલાસપુર નર્મદા એક્સપ્રેસ ર૩ મી નવેમ્બરથી ૧લી ડિસેમ્બર સુધી, ટ્રેન નં. ૧૮ર૩૬ બિલાસપુર-ભોપાલ એક્સપ્રેસ ર૩ થી ૩૦ નવેમ્બર સુધી, ટ્રેન નં. ૧૮ર૩પ ભોપાલ-બિલાસપુર એક્સપ્રેસ ર૩ નવેમ્બરથી ર ડિસેમ્બર સુધી, ટ્રેન નં. ૧૧ર૬પ જબલપુર-અંબિકાપુર એક્સપ્રેસ ર૩ થી ૩૦ નવેમ્બર સુધી, ટ્રેન નં. ૧૧ર૬૬ અંબિકાપુર-જબલપુર એક્સપ્રેસ ર૪ મી નવેમ્બરથી ૧લી ડિસેમ્બર સુધી, ટ્રેન નં. ૧૮ર૪૭ બિલાપુર-રીવા એક્સપ્રેસ ર૩ થી ૩૦ નવેમ્બર સુધી અને ટ્રેન નં. ૧૮ર૪૮ રેવા-બિલાસપુર એક્સપ્રેસ ર૩ મી નવેમ્બરથી ૧લી ડિસેમ્બર સુધી રદ્ રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial