Advertisement
Author: નોબત સમાચાર

પત્ની-પુત્ર બન્યા લાપત્તાઃ પોલીસને જાણ કરવામાં આવી

મહિલા આધારકાર્ડ પણ સાથે લેતાં ગયાઃ

જામનગર તા. ૨૭: જામનગરના મેઘપર ગામમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ બિહારના એક શ્રમિકના પત્ની પોતાના છ વર્ષના પુત્ર તથા આધારકાર્ડને સાથે રાખી ગયા ગુરૂવારે ઘરેથી ક્યાંક ચાલ્યા ગયાની પોલીસમાં જાણ કરવામાં આવી છે. પોલીસે માતા-પુત્રના વર્ણન મેળવી તપાસ શરૂ કરી છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર મેઘપર ગામમાં જયરાજ સિંહ નામના આસામીના મકાનમાં વસવાટ કરતા મૂળ બિહારના ખગડીયા જિલ્લાના સોનીહાર ગામના વતની રામ કલ્યાણ દુખી તાતી નામના શ્રમિકના પત્ની જયોતિદેવી ઉર્ફે અમરીકાકુમારી (ઉ.વ.૩ર) પોતાના છ વર્ષના પુત્ર સાથે ગયા મહિનેે ગુમ થયા છે.

ગયા મહિલાની ૨૪ તારીખે સવારે રામકલ્યાણ કામ પર ગયા પછી રાત્રે જ્યારે પરત આવ્યા ત્યારે તેઓએ પત્ની તથા પુત્ર સુશાંતને જોયા ન હતા. આ મહિલા પોતાના ઘરેથી આધારકાર્ડ સાથે રાખીને ગયા છે. આજુબાજુમાં પૂછપરછ કરતા કોઈને પણ જયોતિદેવી અંગે જાણકારી ન હતી અને તમામ સંભવિતઃ સ્થળોએ તપાસ કર્યા પછી પણ આ મહિલા તથા તેમના પુત્રના સગડ નહીં મળતા આખરે રામ કલ્યાણે પોલીસને જાણ કરી છે.

ઉપરોક્ત તસ્વીરવાળા મહિલા સાડા પાંચેક ફૂટની ઉંચાઈ, મધ્યમ બાંધો, શ્યામ વર્ણ ધરાવે છે. છેલ્લે તેણીએ લાલ રંગનો ડ્રેસ પહેર્યાે હતો. જ્યારે સુશાંતે બ્લુ રંગનું જીન્સ અને ચેક્સવાળો શર્ટ ધારણ કરેલો હતો. આ બાળક અઢી ફૂટની ઉંચાઈ, શ્યામવર્ણ અને મધ્યમ બાંધો ધરાવે છે. પોલીસે માતા-પુત્રના ફોટા, વર્ણન વગેરે મેળવી તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh