Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કૌટુંબિક કલહના કારણે પરેશાન હોવાનું ખૂલ્યું:
જામનગર તા. ર૭: જામનગરના રેલવે સ્ટેશન પાસે પહોંચેલા નવાગામ ઘેડમાં રહેતા એક યુવાને ટ્રેક પરથી પસાર થયેલી ટ્રેન હેઠળ ઝંપલાવી લઈ આત્મહત્યા કરી છે. આ યુવાન કલેશના કારણે પરેશાન હોવાનું જાણવા મળી રહ્યું છે.
જામનગરના ગાંધીનગર નજીક આવેલા રેલવે સ્ટેશન પાસે ગઈરાત્રે સુરેશભાઈ સોલંકી નામના યુવાન મરી જવાના ઈરાદા સાથે આવ્યા હતા. આ યુવાને રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેનની રાહ જોયા પછી પસાર થયેલી એક ટ્રેન હેઠળ ઝંપલાવ્યું હતું.
આ યુવાન પરથી ટ્રેનના તોતિંગ પૈંડા ફરી વળતા તેનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. બનાવની જાણ થતાં રેલવે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. વધુમાં જાણવા મળ્યા મુજબ આ યુવાન નવાગામ ઘેડમાં રહેતા હોવાનું અને કૌટુંબિક કલેશના કારણે કંટાળી જઈને આત્મહત્યા કરવાના ઈરાદાથી રેલવે સ્ટેશન પાસે ગયા હતા. પોલીસે તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial