Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈમરાન ખાનના સમર્થકો ઉમટ્યાઃ પથ્થરમારો થતા સ્થિતિ વણસીઃ સેના તૈનાત
ઈસ્લામાબાદ તા. ર૭: પાકિસ્તાનમાં હિંસક વિરોધ પ્રદર્શન થતાં ૬ સુરક્ષાકર્મીના મોત થયા છે, જ્યારે ૧૦૦ થી વધુ સૈનિકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે.
જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકો દ્વારા કરવામાં આવેલ વિરોધ હિંસક બની જતા ચાર અર્ધલશ્કરી દળના જવાનો અને બે પોલીસ કર્મચારીઓના મોત થયા હતાં. હિંસામાં ૧૦૦ થી વધુ સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા છે.
પાક.ના સરકારી મીડિયાએ આ અંગે માહિતી આપી છે. આ હિંસાને કારણે સરકારે રાજધાનીમાં સેના તૈનાત કરી છે અને આદેશ આપ્યો છે કે બદમાશોને જોતા જ ગોળી મારી દેવામાં આવે.
ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તફરીક-એ-ઈન્સાફના સમર્થકો ઈસ્લામાબાદમાં ડી-ચોક સાઈટ તરફ જતા રસ્તા પર લગાવવામાં આવેલા બેરિકેડ્સ હટાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ સોમવારે મોડી રાત્રે ઈસ્લામાબાદમાં શ્રીનગર હાઈ-વે પર એક વાહન સાથે અથડાતા પાકિસ્તાન 'રેન્જર્સ'ના ચાર અધિકારીઓ માર્યા ગયા હતાં અને અન્ય પાંચ કર્મચારીઓ અને ઘણાં પોલીસ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતાં.
મીડિયા રિપોર્ટ મુજબ કેટલાક બદમાશો, સંપૂર્ણ રીતે હથિયારો અને દારૂગોળાથી સજ્જ હતાં. તેમણે 'રેન્જર્સ'ના જવાનો પર પથ્થરમારો કર્યો અને રાવલપિંડીના ચુંગી નંબર ર૬ પર સુરક્ષાકર્મીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં બે પોલીસ કર્મચારીઓ માર્યા ગયા હોવાનું પણ જણાવાયું છે.
પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર સોમવારે પીટીઆઈ વિરોધીઓ સાથેની અથડામણ દરમિયાન ઈસ્લામાબાદની બહારના હકલા ઈન્ટરચેન્જ પર એક પોલીસ કર્મચારીનું મોત થયું હતું. ગૃહપ્રધાન મોહસિન નકવીએ ગઈકાલે મોડી રાત્રે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે સૌથી વધુ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા છે, જેમાંથી મોટાભાગના પોલીસ કર્મચારીઓ છે. 'વિરોધીઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાને કારણે એક વરિષ્ઠ પોલીસ અધિકારી ગંભીર રીતે ઘાલય થયા હતાં અને માથામાં ગંભીર ઈજા થઈ હતી.' તેમણે પ્રદર્શનકારીઓ દ્વારા રેન્જર્સ અને પોલીસ કર્મચારીઓ પરના હુમલાને સખત શબ્દોમાં વખોડતા વડાપ્રધાન શાહબાઝ શરીફે એક નિવેદનમાં જણાવ્યું હતું. ઘટનાની ઓળખ કરી લેવામાં આવી છે અને કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial