Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાંધીનગરમાં જનઆરોગ્યનો વ્યાપ વધારવાના ઉદ્દેશ્યથી ગ્રીપ સમિટ યોજાઈ હતી, જેમાં
ગાંધીનગરમાં આયોજીત ગ્રીપ સમિટમાં શ્રી એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલજ જામનગર દ્વારા આરોગ્યને લગતા શ્રેષ્ઠ અને નવીન અભ્યાસો રજૂ કરાયા હતાં. જે પૈકી સર્વશ્રેષ્ઠ ર અભ્યાસોને પુરસ્કાર વડે સન્માનિત કરી આરોગ્ય વિભાગ દ્વારા બિરદવવામાં આવ્યા હતાં.
આરોગ્ય સંભાળની દિશામાં નવીનતા અને વિવિધ પ્રકારની આરોગ્ય સંભાળને સુદૃઢ બનાવવા અને તેનો વ્યાપ વધારી બહોળા જન સમુદાયને લાભાન્વિત કરવા એસએચએસઆરસી દ્વારા તા. ૧૪-૧૧-ર૦ર૪ ના બીજી ગ્રીપ સમિટ ર૦ર૪ નું ગાંધીનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજના અનુભવી અને પ્રતિભાશાળી ફેકલ્ટીઓ દ્વારા આરોગ્યને લગતા વિવિધ પ્રકારના શ્રેષ્ઠત્તમ અભ્યાસો અને સંસોધનો રજૂ કરવામાં આવ્યા હતાં. જેમાં સર્વશ્રેષ્ઠ બે અભ્યાસોને પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ સમિટમાં એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ જામનગર તરફથી ડો. નંદિની બહારી, ડો. કે.ડી. મહેતા, ડો. દિનેશ પરમાર, ડો. અનુપમા સુખલેચા, ડો. વિરલ શાહ, ડો. પ્રીતિક્ષા મોદી, ડો. બલભદ્રસિંહ જાડેજા મુખ્ય પ્રસ્તૃતકર્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતાં.
આ ઉપરાંત ડો. દિપક તિવારી, ડો. નરેશ મકવાણા અને ડો. શમીમ શેખે પણ તેમની શ્રેષ્ઠ અને નવીન પ્રેક્ટિસ માટે અમૂલ્ય ફાળો આપ્યો હતો.
શ્રી એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ જામનગરના તજજ્ઞો દ્વારા દર્દીઓની સંભાળ અને તબીબી શિક્ષણ માટે રજૂ કરાયેલ તમામ શ્રેષ્ઠ અને નવીન અભ્યાસો તથા સંસોધનોને રાજ્યના આરોગ્ય વિભાગના સત્તાધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial