Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંભલની હિસ્સા અને અમેરિકાની અદાલત દ્વારા નીકળેલા વોરંટના મુદ્દે વિપક્ષો આક્રમકઃ
નવી દિલ્હી તા. ર૭: લોકસભામાં આજે સંભલની હિંસા તથા અદાણીના મુદ્દે ગંભીર આક્ષેપો થયા હતાં અને રાહુલ ગાંધીએ આક્રમક અવાજથી અદાણીની ધરપકડની માંગણી કરી હતી. રાજ્યસભા આવતીકાલ સુધી અને લોકસભા બ૫ોર સુધી સ્થગિત થઈ છે.
સંસદમાં શિયાળુ સત્રના પહેલા દિવસથી જ બન્ને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળાની સ્થિતિ જોવા મળી રહી છે. ઉત્તરપ્રદેશના સંભલમાં હિંસા અને અમેરિકા દ્વારા બિઝનેસમેન અદાણી સામે મૂકાયેલા ગંભીર આક્ષેપો પછી વિપક્ષો આક્રમક મૂડમાં છે, જેના લીધે બન્ને ગૃહોમાં ભારે હોબાળાંની સ્થિતિ સર્જાતા બન્ને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરાઈ હતી.
અમેરિકા દ્વારા ગૌતમ અદાણી સામે અરેસ્ટ વોરન્ટ ઈશ્યૂ કરવામાં આવ્યું છે, જેને લઈને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અક્રમક અંદાજમાં માગ કરી હતી કે અદાણીની ધરપકડ કરવામાં આવે. તેમણે સરકાર પર અદાણીને બચાવવાનો આરોપ મૂક્યો હતો. લોકસભમાં જ તેમણે આ મુદ્દો ઊઠાવ્યો હતો. લોકસભામાં વિપક્ષના હોબાળાને કારણે કાર્યવાહી ખોરવાઈ હતી અને ૧ર વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી, જ્યારે રાજ્યસભામાં આવતીકાલ સુધી કાર્યવાહી અટકાવાઈ હતી.
૧૧-૩૦ વાગ્યે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષના સભ્યોએ હોબાળો શરૂ કર્યો હતો, ત્યારે રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડે કહ્યું કે કાર્યવાહી કરવા દેવામાં આવે ત્યારે વિપક્ષી સાંસદોએ પોઈન્ટ ઓફ ઓર્ડર રેઈઝ કરવાની વાત કરી. તેના પર જગદીપ ધનખડે કહ્યું કે જ્યારે ગૃહ વ્યવસ્થિત ચાલતું હોય તો પોઈન્ટ ઓફ ઓર્ડરની વાત થાય. ત્યારપછી અધ્યક્ષે ગૃહની કાર્યવાહી ર૮ મી નવેમ્બર સવારે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial