Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જીંજરા, ચણીયા બોર અને જામફળની બજાર ગરમઃ
શિયાળુ ઋતુઓનો રાજા છે કારણ કે શિયાળુ ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે ઉપકારક છે પરંતુ જામનગરમાં શિયાળાની મોડી અને ધીમા પગલે શરૂઆત થઇ ચૂકી છે ત્યારે મૌસમી ખાદ્ય પદાર્થો હજુ સામાન્ય જનતાની પહોંચથી દૂર લાગી રહૃાા છે. જીંજરા ચણીયા બોર અને જામફળ જેવા પદાર્થોનાં ભાવ ગરીબ મધ્યમ વર્ગને પરવડે એવા નથી. વીણેલા જીંજરાનો ૪૦૦ રૂ. કિલો ભાવ છે તો પાંદડા સાથેનાં જીંજરા પણ ૧૦૦ રૂ. કિલો છે, ચણીયા બોર ૩૫૦ રૂ. કિલો જેવા છે. ભાવનગરી જામફળનાં ભાવ પણ દરેકને ખરીદવા પોસાય એવા નથી. વેપારીઓનાં જણાવ્યાનુસાર શિયાળાનાં આરંભે ખાદ્ય પદાર્થોનાં ભાવમાં ગત વર્ષ કરતા ૫૦% જેટલો ભાવ વધારો જોવા મળી રહૃાો છે. જેને પગલે સામાન્ય જનતાને શિયાળું ખાદ્ય પદાર્થો આરોગવા ભાવ ઘટાડાની રાહ જોવી પડે એવા એંધાણ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial