Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના બીમાર યુવકનું પડી ગયા પછી સારવાર દરમિયાન નિપજ્યું મૃત્યુ

જામનગર તા. ર૭: ખંભાળિયામાં રહેતા એક યુવાન ચારેક દિવસ પહેલાં પોતાના ઘરમાં પડી ગયા પછી માથામાં ગંભીર ઈજા થતાં જામનગર દવાખાને સારવારમાં ખસેડાયા હતા. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. ડાયાબિટીસ થી પીડાતા આ યુવાનને છેલ્લા એકાદ વર્ષથી હલનચલનમાં તકલીફ થતી હોવાનું મૃતકના પરિવારજને જાહેર કર્યું છે.

ખંભાળિયામાં રહેતા જીજ્ઞેશભાઈ યોગેશભાઈ મામતોરા (ઉ.વ.૪૨) નામના યુવાન આઠેક વર્ષથી ડાયાબિટીસની બીમારીથી પીડાતા હતા. તેઓને છેલ્લા એકાદ વર્ષથી હલનચલનમાં તકલીફ થતી હતી.

તે દરમિયાન ગયા શુક્રવારે સાંજે પોતાના ઓરડામાં જતી વખતે જીજ્ઞેશભાઈ પડી ગયા હતા. માથામાં ગંભીર ઈજા થવાથી તેઓને ખંભાળિયા અને ત્યાંથી જામનગર લઈ જવાયેલા આ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh