Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૨૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૬૩૪ મતદાન મથકો ઉપર મતદારયાદી સુધારણાના ખાસ ઝુંબેશ દરમિયાન જિલ્લાની બે વિધાનસભા મતક્ષેત્રમાં ૩૬૦૭ યુવા મતદારોની નોંધણી કરવામાં આવી છે. જેમાં ખંભાળિયા વિધાનસભા મતવિભાગમાં ૧૫૬૩ તથા દ્વારકા વિધાનસભા મતવિભાગમાં ૨૦૪૪ યુવા મતદારોએ નામ નોંધાવ્યા છે. આ તમામ યુવા મતદારોને આગામી ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણીકાર્ડ મળશે.
ચૂંટણી પંચના આદેશ પ્રમાણે મતદારયાદી સુધારણાના ખાસ ઝુંબેશમાં બી.એલ.ઓ. દ્વારા મતદાન મથકો ઉપર કેમ્પ કરવામાં આવ્યા હતાં. ખાસ ઝુંબેશ કેમ્પમાં જિલ્લામાં કુલ ૫૮૯૭ નવા ફોર્મ ભરાયા જેમાં ખંભાળિયા વિધાનસભા મતવિભાગમાં ૩૦૬૮ તથા દ્વારકા વિધાનસભા મતવિભાગમાં ૨૮૨૯ મતદારો નોંધાયા છે.
સૌથી વધુ ૬૭૧૪ મતદારોએ નામ સરનામામાં ફેરફાર કરાવ્યા છે. ખંભાળિયા વિધાનસભા મતવિભાગમાં ૩૯૮૮ અને દ્વારકા વિધાનસભા મતવિભાગમાં ૨૭૨૬ મતદારોએ નામ સરનામામાં ફેરફારના ફોર્મ ભર્યા છે. તેમજ ૨૩૮૮ મતદારોએ મતદારયાદીમાંથી નામ કમી કરાવ્યા છે. જેમાં ખંભાળિયા વિધાનસભા મતવિભાગમાં ૧૧૪૪ તથા દ્વારકા વિધાનસભા મતવિભાગમાં ૧૨૪૪ મતદારોએ નામ રદ કરાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial