Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોર્ટની બહાર નીકળી રહેલા યુવકને અપાઈ ધમકીઃ
જામનગર તા. ર૭: જામનગરના પટ્ટણીવાડમાં એક વૃદ્ધ પર અગાઉની માથાકૂટનો ખાર રાખી ચાર શખ્સે પાઈપ, ધોકા બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. નાનકપુરીમાં રહેતા એક મહિલા એ પોતાનું સ્કૂટર જેઠ પાસે માંગ્યા પછી જેઠ તથા અન્ય એક શખ્સે આ મહિલાના પિતા, ભાઈ સાથે ઝઘડો કર્યા પછી છરી, ઢીકાપાટુથી હુમલો કર્યાે હતો. કોર્ટ કમ્પાઉન્ડ પાસે ગયા બુધવારે એક યુવાનને જૂની અદાવતના કારણે ચાર શખ્સે પાછળ આવ્યા પછી એક શખ્સે ધમકી આપ્યાની ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલા પટ્ટણીવાડ માં રહેતા હાજી રઝાકભાઈ નુર મામદ ચૌહાણ નામના વૃદ્ધ રવિવારે રાત્રે પોતાના ઘર પાસે હતા ત્યારે અગાઉની માથાકૂટ નો ખાર રાખી અકીલ અસગર શેખ, મહંમદ અખ્તર પંજા, ઈસ્માઈલ ખાટકી, સદામ અસગર શેખ નામના ચાર શખ્સ ધસી આવ્યા હતા.
આ શખ્સોએ ધોકા, પાઈપ વડે હુમલો કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હાજી રઝાકભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના નાનકપુરી પાસે વસવાટ કરતા અનીશાબા ભરતસિંહ રાઠોડ નામના મહિલાના જેઠ રાહુલ પ્રહલાદભાઈ ખેપટવાલા પાસે તેઓનું સ્કૂટર માંગતા રાહુલે પોતાના નાનાભાઈના પત્નીને તેમનું જ સ્કૂટર આપવાની ના પાડ્યા પછી રાહુલ તથા સંજુ બાબા નામના શખ્સોએ અનીશાબાના પિતા ભરતસિંહ અને ભાઈ જયપાલસિંહ સાથે ઝઘડો કરી હુમલો કર્યાે હતો.
આ વેળાએ રાહુલે છરી વડે છરકો કર્યાે હતો અને સંજુ બાબાએ અનીશાબાને ઢીકાપાટુ વડે માર મારી ગાળો ભાંડી હતી. સિટી એ ડિવિઝનમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના ગોકુલનગર સ્થિત રહેતા કેતન કેશુભાઈ વસરા ગયા બુધવારે લાલ બંગલા પાસે આવેલી કોર્ટની નવી ઈમારતમાં એક કેસની મુદ્દતે આવ્યા હતા. ત્યાંથી નીચે ઉતરતી વખતે હાજી હમીર ખફી, શિવરાજસિંહ ઉર્ફે શિવો મહેન્દ્રસિંહ જાડેજા, મુખ્તાર આદમ કમોરા, ફિરોઝ જુનુસ સંઘાર નામના ચાર શખ્સ મળ્યા હતા. અગાઉ થયેલી હાજી હમીર સાથેની માથાકૂટનો ખાર રાખી આ શખ્સોએ જ્યારે કેતન વસરા નીચે ઉભા હતા ત્યારે ત્યાં આવ્યા પછી હાજી હમીરે ધમકી આપી હતી. પોલીસે ચારેય શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial