Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જમીનનું દબાણ હટાવવાનો હતો મામલોઃ
જામનગર તા. ર૭: કાલાવડના એક આસામીએ ગયા માર્ચ મહિનામાં સ્યુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી લીધી હતી. તેઓની જગ્યામાં ર૪ ગુંઠા જમીન પર એક શખ્સે દબાણ ઉભુ કર્યા પછી તે ખાલી કરવાનું કહેતા મૃતકને માનસિક ત્રાસ અપાતો હોવાનું અને તેના કારણે આ આસામીએ આત્મ હત્યા કર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. જેલ હવાલે થયેલા આરોપીએ જામીન મુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે.
કાલાવડમાં જેઠાભાઈ વોરા નામના આસામીની આવેલી ૧૦ વીઘા જેટલી જમીનની માપણી જેઠાભાઈના પુત્ર જીતેન્દ્રએ કરાવતા તેમાંથી દોઢેક વીઘા જેટલી જગ્યામાં પ્રવીણ તેજાભાઈ કાકડીયાનું દબાણ હોવાનું જણાઈ આવતા તે દબાણ હટાવવા કહેતા પ્રવીણ તેજાભાઈ, નાથાભાઈ ટપુભાઈએ માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને ગઈ તા.૭ માર્ચની સેંજે જેઠાભાઈ વાડીએથી આવતા હતા ત્યારે માર્ગમાં પ્રવીણે ધારીયું બતાવ્યું હતું. તેથી કંટાળી જઈને જેઠાભાઈએ સ્યુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી હતી.
આ બાબતે જીતેન્દ્રભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપી પ્રવીણ તેજાભાઈની ધરપકડ કરી જેલહવાલે કર્યાે હતો. આ આરોપીએ જામીન મુક્ત થવા અરજી કરી તેમાં જણાવ્યું હતું કે જેઠાભાઈ મોટરમાં જતા હતા ત્યારે ધારીયા સાથે જઈ રહેલા પ્રવીણને જોઈને જો તેઓ ડર્યા હોય તો તેઓ પોલીસમાં ફરિયાદ કરી શક્યા હતા અને ડરના કારણે આત્મહત્યા કરી હોય તેમ પ્રથમ દૃષ્ટિએ જણાઈ આવતું નથી. અદાલતે બંને પક્ષ ની દલીલો સાંભળ્યા પછી આરોપીને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial