Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાલી આવાસો તોડવામાં આવતા નથી પરંતુ
જામનગર તા. ર૭: જામનગરના ૧૪૦૪ આવાસ યોજનામાં ખાલી કરાવાયેલા તોડવામાં આવતા નથી અને જ્યાં જે ફ્લેટમાં વસવાટ ચાલે છે તેને ખાલી કરવા નોટીસો અપાઈ રહી છે. જે વ્યજબી નથી.
અંધાશ્રમ પાસેનો ૧૪૦૪ આવાસ યોજનામાં બ્લોક નં. ૯૭ મા રહેતા શબીર અનવરભાઈ, જયદિપસિંહ પરમાર, મોનભાઈ વાજા, વિરલ વાળા વગેરેએ મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા બ્લોક નં. ૯૦, ૯૧, ૯ર, ૯૩ અને ૯૪ તોડી પાડવામાં આવ્યા છે. ત્યાંના રહેવાસીને વૈકલ્પિક વ્યવસ્થા માટે કોઈ બાહેંધરી પણ અપાઈ નથી. નવા બ્લોક નંબર ૮ર થી ૮પ ખાલી હાલતમાં છે, ત્યાં કોઈ પાડતોડની કામગીરી કરવામાં આવતી નથી અને બ્લોક નં. ૯૭ થી ૧૦ર મા લોકો વસવાટ કરે છે ત્યાં મકાન ખાલી કરવા માટે નોટીસો આપવામાં આવે છે. સૌ પ્રથમ બાહેંધરી આપવામાં આવે ત્યાર પછી જ મકાન ખાલી કરાવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial