Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય હેમંતભાઈ ખવાની રજૂઆતને સફળતા
જામનગર તા. ૨૭: જામજોધપુર- લાલપુર મતવિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ તેમના મત વિસ્તારમાં રસ્તાઓ પહોળા કરવા રાજય સરકારમાં કરેલી રજુઆતને સફળતા મળી છે.
રાજય સરકાર દ્વારા તેમના મત વિસ્તારમાં રૂ. ૧૪૬ કરોડ ૪૦ લાખના ખર્ચે ત્રણ મહત્ત્વના અને ટ્રાફિકથી વ્યસ્ત માર્ગોને પહોળા કરવાના કામને મંજુરી આપવામાં આવી છે.
જેમાં જામનગર- સમાણા- ફુલનાથ માર્ગ માટે રૂ. ૯૪.૪૦ લાખ, ધ્રાફા- વાલાસણ- પાનેલી રોડ માટે રૂ. ૨૩.૫૦ લાખ તથા સડોદર- મેથાણ- બગધરા- બુટાવદર- માંડાસણ- મોટી પાનેલી રોડ માટે રૂ. ૨૮.૫૦ લાખના ખર્ચે પહોળા કરવામાં આવશે.
આ ત્રણ રસ્તાઓને પહોળા કરવા માટે કુલ ૧૪૬.૪૦ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. જામજોધપુર- લાલપુર વિસ્તારમાં આ રસ્તાઓના કામ થઈ જવાથી ઘણાં ગામડાઓના લોકોની સુખાકારીમાં વધારો થશે.
જામજોધપુર- તરસાઈ હનુમાનગઢ રોડને પહોળો કરવા માટે અગાઉ પણ મુખ્યમંત્રીને રજૂઆત કરેલ હતી, આ રસ્તો જામનગર અને પોરબંદરને જોડતો માર્ગ હોય આ રસ્તો સાંકડો હોવાથી રસ્તા પર ટ્રાફિક થવા પામે છે જેના લીધે વાહન અકસ્માતોના બનાવો ખૂબ જ બને છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ રસ્તા પર થયેલ વાહન અકસ્માતોમાં ૨૫ થી વધુ લોકોના મૃત્યુ થયા છે જે ખૂબ જ દુખદ બાબત છે. આથી આ રસ્તાને પણ પહોળો કરવાની મંજુરી મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક ધોરણે આપવામાં આવે તેવી ફરી વખત રજુઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial