Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૯૨ જેટલા જળસંચયને લગતા કામો દ્વારા જળસંગ્રહની ક્ષમતા વધારાઈ

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત બેઠકઃ

ખંભાળિયા તા. ૨૭: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૪ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક જિલ્લા સેવા સદન, ખંભાળિયામાં યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિસ્તારને લાગુ પડતા ક્ષાર અંકુશ, પંચાયત સિંચાઈ, વોટરશેડ, વન અને પર્યાવરણ વિભાગો તેમજ ગુજરાત પાણી પુરવઠા બોર્ડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરાયેલા ૧૯૨ જેટલા જળસંચયને લગતા કામોની સમીક્ષા કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ કામો દ્વારા જિલ્લામાં ખોદકામ કરીને ૪.૪૭ લાખ ધન મીટર માટી કાઢીને જળસંગ્રહ ક્ષમતાનો વધારો કરાયો છે.

વધુમાં પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા લોક-ભાગીદારીથી કરવામાં આવનાર ડીપનીંગ, ડીસિલ્ટિંગના અન્ય ૧૮ કામોને સમિતિ દ્વારા મંજુર કરવામાં આવ્યાં હતાં. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર સહિત સમિતિના સદસ્યશ્રીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh