Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલીક મહિલા સંચાલિત ભઠ્ઠીઓ પણ ઝડપાઈ ગઈઃ
જામનગર તા. ૨૭: જામજોધપુરના શેઠવડાળા પાસેથી મોટરમાં બે શખ્સ દારૂની અડધી બોટલ સાથે ઝડપાયા છે. નંદનવન સોસાયટી પાસેથી એક શખ્સ બે બોટલ સાથે મળી આવ્યો છે. દિ-પ્લોટમાંથી એક શખ્સ બોટલ સાથે મળી આવ્યો છે. તે ઉપરાંત દેશી દારૂની કેટલીક ભઠ્ઠીઓે જામનગર, લાલપુરના પીપળી, જોડિયાના ડોબરમાંથી ઝડપાઈ ગઈ છે.
જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામ પાસેથી ગઈકાલે સાંજે જઈ રહેલી જીજે-૩-એમઆર ૭૪૫૯ નંબરની હ્યુન્ડાઈ કંપનીની વેન્યુ મોટરને પેટ્રોલિંગમાં રહેલા પોલીસ સ્ટાફે રોકાવી ચેક કરતા તે મોટરમાંથી ઈંગ્લીશ દારૂની અડધી ભરેલી બોટલ સાથે હાલમાં રાજકોટમાં રહેતા નિતેશ પ્રેમજીભાઈ બગડા, રાહુલ લખમણભાઈ સાગઠીયા નામના બે શખ્સ મળી આવ્યા હતા. પોલીસે બોટલ, બે ફોન, મોટર મળી કુલ રૂ.૩૦૬૨૫૦ નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ ૪૯માંથી ગઈકાલે સાંજે સાગર કાંતિભાઈ ગોંડલીયા નામનો શખ્સ દારૂની બોટલ સાથે ઝડપાઈ ગયો છે.
જામનગરના રણજીત સાગર રોડ પર નંદનવન સોસાયટી સામે ગજાનંદ સોસાયટીમાં વિપુલ ચનાભાઈ રાઠોડ નામના શખ્સના મકાનમાં ગઈકાલે સાંજે પોલીસે દરોડો પાડી ઈંગ્લીશ દારૂની બે બોટલ કબજે કરી છે.
જામનગરના ગુલાબનગર નજીક સાંઢીયા પુલ નીચેથી બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી છે. સ્થળ પરથી જાનવીબેન રાહુલ સાડમીયા નામના મહિલા મળી આવ્યા હતા. પોલીસે દેશી દારૂ, ભઠ્ઠીના સાધનો, ચૂલો વગેરે કબજે કરી લીધા છે.
ત્યાંથી જ ધનીબેન રવિભાઈ સાડમીયા નામના મહિલાના ઝૂંપડામાંથી પણ પોલીસે ભઠ્ઠી પકડી પાડી છે. બાજુમાં ભાવનાબેન પ્રવીણ દેવીપૂજક નામના મહિલાના ઝૂંપડામાંથી પણ દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ ગઈ છે.
જામનગરના રણજીત સાગર રોડ પર મારૂ કંસારા હોલ પાછળ રહેતા રાજમલ રાણસુર વિજાણીના ઝૂંપડામાં પોલીસે ભઠ્ઠી પકડી લીધી છે. ત્યાંથી આથો, દારૂ, સાધનો કબજે કરાયા છે. રાજમલ નાસી છૂટ્યો છે. બાજુમાં જ આવેલા આલા પૂંજાભાઈ રવશી નામના શખ્સના ઝૂંપડામાંથી પણ દારૂ, આથો, ભઠ્ઠીના સાધનો કબજે કરાયા છે.
મારવાડીવાસ પાસે લક્ષ્મીબેન ગંગારામ રાઠોડ નામના મહિલાના મકાનમાંથી દારૂની ભઠ્ઠી પકડાઈ છે. આથો, દારૂ, સાધનો ઝબ્બે લેવાયા છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા જાગૃતિનગરમાં રામપ્યારી જુગનુ સોલંકી નામના મહિલાના મકાનમાંથી દેશી દારૂ, આથો, ભઠ્ઠીના સાધનો કબજે કરી પોલીસે ગુન્હો નોંધ્યો છે. ગણપતનગર, બાવરીવાસ માં જયોતિ ગોપાલભાઈ કોળીના મકાનમાંથી પણ દેશી દારૂ, આથો, ભઠ્ઠીના સાધનો મળી આવ્યા છે.
લાલપુર તાલુકાના પીપળી ગામમાં ચારણનેસમાં પૂના ખીમસુર ગુજરીયાના ઝૂંપડામાં લાલપુર પોલીસે દરોડો પાડી આથો, ભઠ્ઠીના સાધનો ઝબ્બે લીધા છે.
જોડિયા તાલુકાના ડોબર વિસ્તારમાં બાવળની ઝાળીમાં દિનેશપરી મગનપરી ગોસાઈ નામના શખ્સની દેશી દારૂની ભઠ્ઠી પોલીસે ઝબ્બે લીધી છે. ગરમ આથો, દેશી દારૂ, ડબ્બો તેમજ ભઠ્ઠીના સાધનો કબજે કરી પોલીસે દિનેશપરીની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial