Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લામાં ચાર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક ઉત્તીર્ણ
ખંભાળિયા તા. ર૭: ઓક્ટોબર માસમાં ગુજરાતના વર્ગ-ર ના અધિકરીઓ કે જેઓ સરકારના શિક્ષણ વિભાગની વિવિધ ઉપયોગીઓમાં કે શાળાના આચાર્ય તરીકે વર્ગ-ર માં ફરજ બજાવતા હોય તેમની પરીક્ષા ત્રણ પેપરોની ઓક્ટોબર ર૦ર૪ માં લેવાઈ હતી જેમાં પરિણામો જાહેર થતા કુલ ર૧૬ ઉમેદવારો રાજ્યમાં પાસ થયા છે.
જામનગર જિલ્લામાં ચાર માસ થયા છે જેમાં સજુબા ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ બીનાબેન નિખીલ દવે, વિભાજી સરકારી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પ્રફુલ્લકુમાર નાનાલાલ પાલા, નગર પ્રાથમિક સમિતિ જામનગરના એડ. ઓફિસર પટેલ ફાલ્ગુનીબેન મહેશભાઈ તથા જિ.શિ. કચેરીના એજ્યુ. ઈન્સ્પેક્ટર મહેતા ચંદ્રેશકુમાર મણિશંકરનો સમાવેશ થાય છે. જ્યારે દ્વારકા જિલ્લામાં અગાઉ દ્વારકા જિ.શિ. કચેરીમાં ઈ.આઈ. તરીકે ફરજ બજાવતા ભાણવડના રૂપામોરા સરકારી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પાથર કમલેશભાઈ સામતભાઈ ઉત્તીર્ણ થયા છે. ટૂંક સમયમાં હાલ ખાલી રહેલ જિ.શિ. તથા પ્રા. જિ.શિ.ની જગ્યાઓ પર હવે બઢતીથી નિયુક્તિ થવા સંભાવના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial