Advertisement
Author: નોબત સમાચાર

દરિયા કિનારાના વિસ્તારો સાથે દ્વારકાના જગતમંદિરની સુરક્ષાને ટોપ પ્રાયોરિટી આઈ.જી.

સૌરાષ્ટ્ર રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવે આગેવાનો સાથે બેઠક યોજીઃ

ખંભાળિયા તા. ર૭ દ્વારકા જિલ્લામાં રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવે વાર્ષિક ઈન્સપેક્શન દરમિયાન સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે દિવસના વાર્ષિક ઈન્સ્પેક્શન માટે આવેલા સૌરાષ્ટ્ર રેન્જ આઈ.જી. અશોકુમાર યાદવે ગઈકાલે ખંભાળિયામાં આગેવાનો સાથે બેઠક યોજી હતી.

દ્વારકા જિલ્લાના આગેવાનો, માછીમારી અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ તથા રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકને સંબોધતા શ્રી અશોકકુમાર યાદવે દ્વારકા જિલ્લા પોલીસની દરિયાઈ સુરક્ષા તથા જગત મંદિર સુરક્ષાની હોવાનું જણાવીને દરિયાઈ સુરક્ષા તથા મંદિર સુરક્ષા વ્યવસ્થામાં સતત નવા એક્શન પ્લાન અમલમાં મૂકવાની સાથોસાથ સંવેદનશીલ દ્વારકા જિલ્લો સરહદી જિલ્લો હોય લોકો પાસેથી સહકારની અપેક્ષા રાખીને જાગૃત તથા સંવેદનશીલ જનતાને કંઈપણ વિગત મળે તો તુરત જ પોલીસને, સ્થાનિકને જાણ કરવા અપીલ કરીને લોકોને પોલીસની ત્વરીત અને સલામતી સાથેની કામગીરીનો ખાસ અહેસાસ થશે તેમ જણાવીને પોલીસની મલ્ટીલેયરની કામગીરી, દરિયાઈ તથા તટ વિસ્તારોમાં નેવી, કોસ્ટ ગાર્ડ, એ.ટી.એસ. સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, સ્થાનિક પોલીસની કામગીરી, ગામડાઓમાં ખાસ ઝુંબેશ, દેશ વિરોધી પ્રવૃત્તિઓ ઓળખવા ખાસ તાલીમ, ગ્રુપો બનાવવા તાકીદે માહિતી મળે તેવા આયોજન સાથે સલામતી સુરક્ષામાં કંઈ ગફલત ના રહે તે માટે તંત્ર સદૈવ પ્રયત્નશીલ હોવાની વાતો કરી હતી.

બેઠકમાં જિલ્લા પોલીસ વડા જીતેશકુમાર પાંડે, ડી.વાય.એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડ, જિલ્લા પોલીસ અધિકારીઓ, ખંભાળિયા પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, પાલાભાઈ કરમુર (પૂર્વ જિ.પં. પ્રમુખ) મોહિતભાઈ મોટાણી, પત્રકારો વિગેરે પણ જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh