Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૭૩.૯૮ કરોડ તથા ૪૪.૩૪ કરોડના નવા ટેન્ડર નીકળ્યા
જામનગર તા. ર૭ જામનગરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ઓવરબ્રીજ, ફ્લાય ઓવરબ્રીજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે શહેરમાં વધુ બે ફ્લાય ઓવર બ્રીજ બનાવવા માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે.
જામનગરમાં હાલ આશરે ર૦૦ કરોડના ખર્ચે મોટી લંબાઈનો ફ્લાય ઓવર બ્રીજ નિર્માણ થઈ રહ્યો છે, જ્યારે વધુ બે ફ્લાય ઓવરબ્રીજ બનાવવા માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. એટલે કે જામનગરના નગરજનોને વાહનચાલકોને વધુ બે ફ્લાય ઓવરબ્રીજની સેવા ઉપલબ્ધ થશે.
જામનગરમાં ઠેબા બાયપાસ જંકશન પર સિક્સ લેન ફ્લાય ઓવરબ્રીજ બનાવવામાં આવશે. આ માટે રૂ. ૭૩ કરોડ ૯૮ લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
તેવી જ રીતે સમર્પણ સર્કલ જંકશન પર પણ ફોરલેન ફ્લાય ઓવરબ્રીજ બનાવવા માટે રૂ. ૪૪ કરોડ ૩૪ લાખનું ટેન્ડર બહાર પાડાવામાં આવ્યું છે.
ઠેબા ચોકડી અને સમર્પણ સર્કલ જંક્શન પાસે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. જેના નિરાકરણ માટે ફ્લાય ઓવરબ્રીજ બનાવાઈ રહ્યા છે. આથી ટ્રાફિક સમસ્યા અને અકસ્માતનું પ્રમાણ ઘટાડી શકાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial