Advertisement
Author: નોબત સમાચાર

હજારો લોકો પર દેવું: ગામડાઓમાં એક લાખે ૨૪ હજાર લોકોએ લીધી છે કોઈને કોઈ લોન

ચોંકાવનારો સરકારી સર્વે

જામનગર તા. ૨૭: સરકારી સર્વેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. લોન લેવામાં ગામડાના લોકો આગળ છે અને ૧ લાખ ગ્રામિણ પુરૂષોમાંથી ૨૪૩૨ લોકોએ કોઈને કોઈ લોન લીધી છે. શહેરી વિસ્તારોમાં આ આંકડો ૨૩૯૭૫નો છે.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે શહેરોમાં લોકોની જરૂરિયાતો વધી રહી છે, જેના કારણે એ લોકોમાં લોન લેવાનું ચલણ વધી રહ્યું છે, પરંતુ સરકારી સર્વેમાં એક ચોકાંવનારી હકીકત સામે આવી છે કે ગ્રામીણ વિસ્તારોમાં લોકો લોન લેવામાં આગળ છે. ગામડાઓમાં ૧ લાખ લોકો દીઠ ૧૮, ૭૧૪ લોકો એવા છે જેમણે કોઈને કોઈ લોન લીધી છે. જ્યારે, ગામડાં કરતાં થોડા ઓછા ૧૭૪૪૨ લોકો દેવાદાર છે.

આંકડા મંત્રાલયનો વ્યાપક વાર્ષિક મોડયુલર સર્વે રિપોર્ટ તાજેતરમાં બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ૨૦૨૨-૨૩ના નેશનલ સેમ્પલ સર્વેના ડેટાને આધાર બનાવવામાં આવ્યો છે. તે કહે છે કે દેશમાં દર ૧ લાખ લોકો પર ૧૮,૩૨૨ દેવાદાર છે. આમાં સંસ્થાકીય અને બિન-સંસ્થાકીય માધ્યમો દ્વારા લેવામાં આવેલી લોનનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં કહેવાયું છે કે શહેરી વિસ્તારોની સરખામણીએ ગામડાઓમાં લોન લેનારાઓની સંખ્યા વધુ છે. આ વલણ પુરૂષો અને સ્ત્રીઓ બંનેમાં વધુ જોવા મળ્યું છે.

ઉદાહરણ તરીકે, એક લાખ ગ્રામીણ પુરૂષોમાંથી ૨૪,૩૨૨ એ કોઈને કોઈ લોન લીધી છે. સર્વેની તારીખે  તેમના પર લોનની રકમ બાકી હતી. જયારે, શહેરી વિસ્તારોમાં ૨૩,૯૭૫ પુરૂષો પાસે લોન હતી. તેવી જ રીતે, જો આપણે મહિલાઓની વાત કરીએ તો, ગામડાઓમાં દર એક લાખ મહિલાઓમાંથી ૧૩,૦૧૬ મહિલાઓ દેવાદાર હતી. જયારે શહેરોમાં તે પ્રમાણમાં ઓછું હતું, ૧૦,૫૮૪ મહિલાઓ દેવાદાર હોવાનું જાણવા મળ્યું હતું.

ગામડાઓમાં પણ શહેરોની લાઈફ ફોલો થઈ રહી છે. ઘરેલું જરૂરિયાતો હોય કે બાળકોનું શિક્ષણ હોય કે ખોરાક હોય કે કપડાં હોય, વસ્તુઓ હવે મોટાભાગે શહેરોની તર્જ પર બની રહી છે. જો જોવામાં આવે તો ગામડાઓમાં આ હોડ ઘણી વધારે છે. આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં આરોગ્ય અને શિક્ષણને લગતી ઘણી સેવાઓ મફતમાં ઉપલબ્ધ છે, જયારે ગામડાઓમાં આ માટે પણ ચૂકવણી સેવાઓ પર નિર્ભર રહેવું પડે છે. પરિણામે ગામડાના લોકોને આજે વધુ લોન લેવી પડી છે. આ ઉપરાંત શહેરોમાં કામ કરતા પરિવારના સભ્યોને કારણે ગામડાના લોકોને લોનની ઉપલબ્ધિ સરળ બની છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh