Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં આધાર લિન્ક માટે લાંબી-લાંબી લાઈનોઃ પ્રજા પરેશાન

સાંસદ અને કેબિનેટ મંત્રીએ કીટ વધારવા આપ્યા આદેશઃ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તથા અન્ય તાલુકાના મથકો પર હાલ શરૂ થયેલ આધારકાર્ડને રેશનકાર્ડ સાથે લીંક કરવા માટે કતારો લાગતી હોય તેમાં પણ ખંભાળીયામાં મામલતદાર કચેરીએ બે જ કીટો હોય તેમાં રોજ ૮૦ થી ૯૦ વ્યક્તિના લીંક થાય તેની સામે ૪૦૦ થી ૪પ૦ લોકો આવતા હોય રોજ ૩૦૦/૩પ૦ લોકો રહી જાય તેમણે બીજા દિવસે આવવું પડે તેવું થતાં લોકો લાઈનમાં ઉભા રહેવા વહેલી સવારે ચાર-પાંચ વાગ્યે જ આવીને શિયાળાની ઠંડીમાં ગોદડા લઈને આવીને ઉભા રહી જતાં હોય છે. ડિઝીટલ યુગમાં આવી લોકોને પરેશાનીની જાણ ખંભાળિયાના ધારાસભ્ય તથા રાજ્ય મંત્રીશ્રી મુળુભાઈ બેરા તથા દિલ્હી લોકસભામાં ગયેલા જાગૃત સાંસદ પૂનમબેન માડમને ખંભાળીયાના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્ય દ્વારા જાણ કરીને રજુઆત કરતાં તેમણે તુરંત જ કીટોની સંખ્યા વધારવા માટે તેમને તથા ઉપરથી વિભાગને જાણ પણ કરી દીધી છે. હાલ ખંભાળીયામાં પાલિકામાં પણ કીટ હતી તે મામલતદાર કચેરીએ રાખતા માત્ર બે કીટમાં જ આ કામ થાય તે ધીમું થાય છે જેથી લોકો પરેશાન થઈ રહ્યા છે. તો ગામડામાં આધારકાર્ડ સાથે મોબાઈલ ટ્રાજેકશનના હોય તે કરવામાં પણ બે-ત્રણ દિવસ ગ્રામજનો ધક્કા ખાતા હોય પછી લીંક આધારકાર્ડ રેશનકાર્ડ માટે ધક્કા ખાતા હોય તાકીદે યોગ્ય ઉકેલની માંગ કરાઈ છે. તથા પાલિકા સલાયા પણ નવી કીટો મુકીને કામ થાય તથા બેંકો પણ આ લીંકની કામગીરી કરતી હોય ત્યાં પણ જો થાય તો લોકોની પરેશાની દૂર થઈ જાય તેવું છે જેથી લોકોની માંગ આગેવાનોએ સાંભળી યોગ્ય કરવા આદેશ કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh