Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે મુસાફરોને ગંભીર ઈજાઃ ડ્રાઈવર ફરાર
સુરત તા. ર૭: સુરત નજીક લક્ઝરી બસ ખાડીમાં ખાબકી તે પછી પતરા ચીરીને ૪૦ મુસાફરોના રેસ્ક્યૂ કરાયા હતાં. બસ ડ્રાઈવર ફરાર થઈ ગયો છે.
રાજસ્થાનથી મુંબઈ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસને સુરતના કોસંકા નજીક આજે સવારે અકસ્માત નડ્યો હતો. લક્ઝરી બસ કોસંબા બ્રીજ નીચે ખાડીમાં ખાબકતા મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. અકસ્માતના પગલે આ સમગ્ર માર્ગ મુસાફરોની કિકિયારોથી ગૂંજી ઊઠ્યો હતો.
અકસ્માતની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બસના પતરા ચીરીને ૪૦ જેટલા મુસાફરોને સહીસલામત બહાર કાઢ્યા હતાં, જો કે આ અકસ્માતમાં ર લોકોને ગંભીર ઈજા પહોંચી છે. પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરને ઝોંકુ આવી જતા સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને બસ ખાડીમાં ખાબકી હતી.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આજે બુધવારે વહેલી સવારે પ વાગ્યાની આસપાસ ફાયરબ્રિગેડ વિભાગને કોલ મળ્યો હતો કે મુસાફરો ભરેલી એક ખાનગી લક્ઝરી બસ કોસંબા બ્રીજ નીચે ખાડીમાં ખાબકી ગઈ છે. જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મુસાફરોનું રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા હતાં. જેમાં કેટલાક લોકો બસની કેબિનમાં ફસાય ગયા હતાં, જ્યારે કેટલાક લોકો બસના સોફામાં ફસાય ગયા હતાં. જેના લીધે તમામ ૪૦ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
અકસ્માતનો ભોગ બનેલી બસ રાજસ્થાનથી મુંબઈ જઈ રહી હતી, ત્યારે સુરતના કોસંબા નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના પછી બસ ડ્રૂઈવર ભાગી ગયો હોવાનું જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial