Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં દિગ્જામ મીલ બેડી બંદર રીંગ રોડ પર
જામનગર તા. ૨૭: જામનગરના વોર્ડ નં. ૬ માં સરકારી હોસ્પિટલ જેવી જ સુવિધા સાથે મહાનગર પાલિકાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર શરૂ થઈ ગયું છે. જેને મીની સરકારી હોસ્પિટલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સામુહિક આરોગ્ય કેન્દ્રમાં નિયમિત ઓપીડી, નિદાન અને સારવાર તથા દવાઓની સુવિધા ઉપલબ્ધ છે. નિઃશુલ્ક નિદાન પછી દર્દીઓને જરૂરી સલાહ અને માર્ગદર્શન વિવેકપૂર્ણ રીતે ત્યાંના તબીબી સ્ટાફ દ્વારા અપાય છે.
અહીં દર સોમવારે વેકિસનેશનની વિશેષ સુવિધા છે. તે ઉપરાંત સિનિયર સિટીઝનોને સવારના એક કલાક માટે અગ્રતા અપાય છે. બાળરોગ અને સ્ત્રીરોગ નિષ્ણાત તબીબોની સેવાઓ અઠવાડિયામાં બે વખત ઉપલબ્ધ થાય તેવું આયોજન છે.
આ સામુહિક આરોગ્ય કેન્દ્રના કારણે તિરૂપતિ, રવિપાર્ક ટાઉનશીપ, મયુર- દ્વારકાધીશ- શિવ વગેરે ટાઉનશીપો તથા સોસાયટી વિસ્તારો, દિગ્જામ મીલ વિસ્તાર, યાદવનગરથી લઈને આજુબાજુના સંલગ્ન વિસ્તારોને પણ તબીબી સેવાએ ઉપલબ્ધ થશે. જેથી દર્દીઓની સુવિધા અને સરળતા વધશે.
આ ઉપરાંત આજુબાજુના વિસ્તારોના નવજાત શિશુઓને નિયમિત અને સરળતાથી વેકિસનેશન (રસીકરણ)ની સુવિધા પણ ઉપલબ્ધ થતા આરોગ્ય અને તબીબી સેવાઓનો વ્યાપ વધશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial