Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અકળ કારણથી જલદ પ્રવાહી પી લેતાં વૃદ્ધનું મૃત્યુઃ
જામનગર તા. ૨૭: લાલપુરના સણોસરા ગામના એક યુવતીએ પેટ તથા માથામાં થતો દુખાવો મટતો ન હોવાથી ખેતરમાં આવેલા કૂવામાં છલાંગ લગાવી મોતને ગળે લગાડી લીધુ છે. જ્યારે ઢીંચડા ગામમાં રહેતા એક વૃદ્ધે કોઈ કારણથી જલદ પ્રવાહી પી લેતાં સારવારમાં ખસેડાયા હતા. આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે બંને બનાવની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
લાલપુર તાલુકાના સણોસરા ગામમાં રહેતા માધીબેન ખીમાભાઈ ગાગલીયા (ઉ.વ.ર૪) નામના યુવતીને દસેક દિવસથી પેટ તથા માથામાં દુખાવો થતો હતો. તેની સારવાર લેવા છતાં સારૂ થતું ન હોવાથી આ યુવતી ગુમસુમ રહેતા હતા. તે દરમિયાન ગઈકાલે સવારે માધીબેને પોતાના ખેતરમાં આવેલા કૂવામાં મોતની છલાંગ લગાવી હતી. આ યુવતીનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. તેણીના મોટાભાઈ પીઠાભાઈ ખીમાભાઈ ગાગલીયાએ પોલીસને જાણ કરી છે.
જામનગર નજીક આવેલા ઢીંચડા ગામમાં રહેતા જેઠાભાઈ કુંભાભાઈ પીંગળ (ઉ.વ.૬૭) નામના વૃદ્ધે સોમવારે સવારે પોતાના ઘરે કોઈ અકળ કારણથી જલદ પ્રવાહી ગટગટાવી લીધુ હતું. આ વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પુત્ર પાલજીભાઈ જેઠાભાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial