Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂર્વ બાતમીના આધારે એસઓજી ત્રાટકીઃ
જામનગર તા. ૩૦: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપર ગામમાં ડિગ્રી વગરના બે તબીબ પ્રેક્ટિસ કરતા હોવાથી ત્રાટકેલી એસઓજીએ બંનેના દવાખાના બંધ કરાવી ત્યાંથી તબીબી સાધનો, દવા કબજે કર્યા છે. બંને પરપ્રાંતીય શખ્સ સામે મેડિકલ પ્રેક્ટિસનર્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા મેઘપર ગામમાં એક શખ્સ ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં દવાખાનુ ખોલી અજાણ દર્દીઓની સારવાર કરી માનવ જિંદગી જોખમમાં મૂકી રહ્યો હોવાની બાતમી મળતા ગઈકાલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફે પીઆઈ બી.એન. ચૌધરીની સૂચના તથા પીએસઆઈ એલ.એમ. જેરના વડપણ હેઠળ મેઘપરમાં આવેલા રામદૂતનગરમાં દરોડો પાડ્યો હતો.
ત્યાં ધમધમી રહેલા પ્રોવાસ નિત્યાનંદ વિશ્વાસ નામના શખ્સના કહેવાતા દવાખાનામાં જઈ એસઓજી ટીમે તે ડોક્ટર પાસે ડિગ્રી જોવા માંગતા આ શખ્સ પાસે ડિગ્રી ન હોવાનું અને તેમ છતાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હોવાનું ખૂલ્યું છે. મૂળ પ. બંગાળના નાંદિયા જિલ્લાના પાકુરગંચી ગામના વતની પ્રોવાસ વિશ્વાસ સામે મેડિકલ પ્રેક્ટિસનર્સ એક્ટની કલમ ૩૦ તથા બીએનએસની કલમ ૧૨૫ હેઠળ ગુન્હો નોંધાયો છે. તેના કહેવાતા દવાખાનામાંથી દવા તથા તબીબી સાધનો કબજે કરવામાં આવ્યા છે.
તે દરોડા પછી રામદૂતનગર માં જ બીજો પણ એક ડોક્ટર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હોવાની વિગત મળતા એસઓજી ટીમે ત્યાં આવેલા અન્ય એક દવાખાનામાં પણ ચકાસણી કરી હતી. જેમાં મૂળ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાનો વતની મિલ્ટન રતનભાઈ બિશ્વાસ નામનો શખ્સ મળી આવ્યો હતો. તેની પાસે પણ ડોક્ટર તરીકેની ડિગ્રી ન હોવા છતાં આ શખ્સ તબીબી પ્રેક્ટિસ કરતો હોવાનું ખૂલ્યું છે. તેના કહેવાતા દવાખાનામાંથી તબીબી સાધનો અને દવા કબજે કરી એસઓજીએ મેઘપર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial