Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોસાયટીએ કરેલી ફરિયાદમાં દંડનો પણ આદેશઃ
જામનગર તા. ૩૦: જામનગરની એક સોસાયટીના ડિફોલ્ટર સભાસદ સામે ચેક પરત ફર્યાની અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. આ આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેક મુજબની રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટિવ સોસાયટીના સભાસદ દીપક મણીલાલ રાજ્યગુરૂએ સોસાયટીમાંથી લોન મેળવી હતી. તે લોનની રકમ પરત કરવા ચેક અપાયો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા નોટીસ પાઠવાઈ હતી.
તેમ છતાં સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરવામાં ન આવતા દીપક રાજ્યગુરૂ સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે દીપકને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા તથા રૂા.૩,૮૯,૯૩૯નો દંડ ભરવા હુકમ કર્યાે છે. સજાના હુકમ સમયે આરોપી અદાલત સમક્ષ હાજર ન હોવાથી તેની સામે વોરંટ કાઢવામાં આવ્યું છે. સોસાયટી તરફથી વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપસિંહ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial