Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફલાય ઓવર બ્રિજ બનાવવાની કામગીરી અંતર્ગત
જામનગર તા. ૩૦: જામનગરમાં સાત રસ્તાથી સુભાષ બ્રીજ સુધીના માર્ગ પર ફોર લેન એલીવેટેડ ફલાય ઓવર બ્રીજ બનાવવાની કામગીરી અંતર્ગત નાગનાથ જંકશન પર પીવાના પાણીની લાઈન શીફટીંગ અને નાગનાથ જંકશન ક્રોસ અન્ડરપાસ આર.સી.સી. બોક્ષની કામગીરી અનુસંધાને નાગનાથ જંકશન ક્રોસિંગ સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા. ૦૮-૧૦-૨૦૨૪ થી ૩૦-૧૧-૨૦૨૪ સુધીના સમયગાળા દરમ્યાન તમામ વાહન વ્યવહાર માત્ર ક્રોસિંગ બંધ કરવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. જેના અનુસંધાને હાલે આ જગ્યાએ પી.જી.વી.સી.એલ. કેબલ અન્ડર ગ્રાઉન્ડ ક્રોસિંગ, બી.એસ.એન.એલ. અન્ડર ગ્રાઉન્ડ કેબલ શીફટીંગની કામગીરી તથા સુભાષચંદ્ર બોસ સ્ટેચ્યુ સુધી સર્વિસ રોડ બનાવવાની કામગીરી અનુસંધાને સદરહુ જાહેર નોટીસની સમય મર્યાદા તા. ૧૩-૦૧-૨૦૨૫ સુધી વધારવા મ્યુનિ. કમિશનર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે કોઈ વ્યકિત આ હુકમનો ભંગ કરશે તેની સામે ધ બી.પી.એમ.સી. એકટની કલમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.
તમામ પ્રકારના નાના વાહનો માટેની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં નાગનાથ જંકશન ક્રોસિંગ બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે સ્મશાન અને સુભાષ બ્રીજ તરફ જવા નાગનાથ જંકશનની ડાબી સાઈડ બ્રીજના બે ગાળાઓની નીચેથી અને સ્મશાન અને સુભાષ બ્રીજ તરફથી ત્રણ દરવાજા અને અંબર જંકશન તરફ જવા માટે શિવમ હોટલ પાસેના ડીવાઈડર ઓપનીંગથી જઈ શકાશે.
જ્યારે ભારે વાહનો માટેની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા માટે સાત રસ્તા સર્કલથી લાલ બંગલો સર્કલ થઈ ટાઉનહોલ થઈ તીનબત્તી સર્કલ થઈ કે.વી. રોડ પરથી સુભાષબ્રીજ પર જઈ શકાશે. તેમજ સુભાષબ્રીજથી ત્રણ દરવાજા સર્કલ થઈ ટાઉનહોલ થઈ લાલબંગલા થઈ સાત રસ્તા સર્કલ જઈ શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial