Advertisement
Author: નોબત સમાચાર

ગાઝામાં ઈઝરાયલની સેના દ્વારા એરસ્ટ્રાઈક થતાં ચાલીસના મોતઃ યુદ્ધવિરામની અપીલ

ઈઝરાયલી સેના દ્વારા ઉલ્લંઘન થતું હોવાના અહેવાલોઃ

નવી દિલ્હી તા. ૩૦: ગાઝામાં ઈઝરાયલી સેનાના હુમલામાં ગાઝાના મધ્યમાં સ્થિત નુસિરત શરણાર્થી વિસ્તારમાં ૪૦ લોકો માર્યા ગયા છે. આ સહિત, ઈઝરાયલના હુમલામાં ગાઝામાં અત્યાર સુધીમાં લગભગ ૪૪,૩૦૦ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. જ્યારે પશ્ચિમ કાંઠાના એરિયલ શહેર પાસે ઈઝરાયલી લોકોને લઈ જતી બસ પર પેલેસ્ટિનિયર દ્વારા ગોળીબાર થતાં આઠ મુસાફરો ઘાયલથયા હતા જેમાં ત્રણની સ્થિતિ ગંભીર છે.

આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે ગાઝામાં હવે યુદ્ધવિરામની જરૂર છે. તેણે ઈઝરાયલ અને હમાસને સંઘર્ષ ટાળવા અપીલ કરી છે. લેબનોનમાં યુદ્ધવિરામ બુધવારથી લાગુ થઈ ગયો છે પરંતુ ઈઝરાયલી સેના દ્વારા તેના ઉલ્લંઘનના અહેવાલો છે.

સીરિયાના બીજા સૌથી મોટા શહેર અલેપ્પોમાં વિદ્રોહીઓ અને સરકાર દળો વચ્ચે લડાઈ ફાટી નીકળી છે. શહેરમાં બે કાર બોમ્બ વિસ્ફોટ બાદ લડાઈ શરૂ થઈ હતી. જેમાં અલોપ્પો યુનિ. કેમ્પસ પર કેટલાક રોકેટ પડ્યા છે જેમાં બે વિદ્યાર્થીઓ સહિત ચાર લોકોના મૃત્યુ થયા છે. ઈરાને આ મામલે અમેરિકા અને ઈઝરાયલને જવાબદાર ઠેરવતા કહ્યું કે તેમના સમર્થનથી જ વિદ્રોહીઓએ ફરીલડાઈ શરૂ કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh