Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુસ્તકો પલળી જવાનાં પ્રકરણમાં એન.એસ.યુ.આઈ. આક્રમક
જામનગર તા. ૩૦: જામનગરનાં દરેડમાં શિક્ષણ તાલીમ ભવનમાં અભ્યાસનાં પુસ્તકોનો જથ્થો પલળી જવાનાં પ્રકરણમાં તપાસનાં નામે લોલંલોલ ચાલતું હોવાનાં ગંભીર આરોપો લાગી રહ્યા છે.
આ પ્રકરણમાં જિલ્લા પ્રથમિક શિક્ષણાધિકારી વિપુલ મહેતા દ્વારા યોગ્ય કાર્યવાહી થતી ન હોવાનાં આરોપ સાથે આજે જામનગર એન.એસ.યુ.આઈ. દ્વારા તેમને ગુજરાતના સૌથી ઢીલા અને નબળા શિક્ષણ અધિકારીનો એવોર્ડ આપી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.
આ સાથે જ આ પ્રકરણમાં તપાસ ૧૦ દિવસમાં પૂર્ણ કરી વિગતો જાહેર કરવા, પ્રથમ વખત બનેલ ૪ અધિકારીની તપાસ સમિતિનો રિપોર્ટ જાહેર કરવા ઉચ્ચ કક્ષાએ કોઈ રીપોર્ટ સોંપાયો હોય તો એ જાહેર કરવા, દોષિત સાબિત થાય એવા કર્મચારીઓ વિરૂદ્ધ કાયદાકીય- ખાતાકીય કાર્વાહી કરી કાર્યવાહીની વિગત જાહેર કરવામાં આવે તથા જે વિદ્યાર્થીઓને પુસ્તકો નથી મળ્યા તેમને તાત્કાલિક વિતરણ કરવા માટે આવેદન પણ પાઠવવામાં આવ્યું છે. યોગ્ય કાર્યવાહી ન થાય તો આગામી સમયમાં આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.
જામનગર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, ગુજરાત યુવક કોંગ્રેસ મંત્રી શકિતસિંહ જેઠવા, એન.એસ.યુ.આઈ. શહેર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ તથા ગુજરાત મહામંત્રી મહિપાલસિંહ જાડેજા સહિતનાં આગેવાનો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial