Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બિનપરમાણુ હથિયારોથી પરમાણુ શસ્ત્ર જેવા વિનાશની તૈયારી
દિલ્હી તા. ૩૦: રશિયા-યુક્રેન યુદ્ધમાં અન્ય દેશોની ભૂમિકાઓના સંદર્ભે વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. રશિયા દ્વારા યુક્રેનના સાથી રાષ્ટ્રો વિરૂદ્ધ આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા યુક્રેન તથા તેને સમર્થન કરતા દેશો વિરૂદ્ધ બિનપરમાણુ શસ્ત્રોથી પરમાણુ જેવો વિનાશ વેરવાની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી હોવાનો અહેવાલ છે.
ગન પાવડર મારફત ર૪ કલાકમાં જ મોટા પાયે માનવસંહારની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. બ્રિટનની રાજધાની લંડનમાં ચાર વિસ્ફોટથી ૬૦ લાખ લોકો પ્રભાવિત થવાની તથા જર્મનીની રાજધાની બાર્સિન પર મિસાઈલ હુમલાથી ૪૪ લાખથી વધુ લોકો પ્રભાવિત થવાની આશંકા છે.
આ ઉપરાંત સ્વીડન, તુર્કી સહિતના ૩ર દેશ રશિયાના નિશાને હોવાથી ફફડાટ વ્યાપી ગયો છે. રશિયા-યુક્રેનના દ્વિપક્ષી યુદ્ધમાં અન્ય દેશો પણ પ્રભાવિત થશે તો આખરે વિશ્વ યુદ્ધની સ્થિતિ નિર્માણ થવાની નિષ્ણાતો આશંકા સેવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial