Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્યની રજૂઆતને સફળતા
ખંભાળિયા તા. ૩૦: દેવભૂમિ દ્વારકા જિલ્લા ખંભાળિયા તથા અન્ય તાલુકાઓમાં કે.વાય.સી. માટે તથા આધાર કાર્ડ, રેશનકાર્ડ સાથે લીંક કરવા તથા ખેડૂત રજીસ્ટ્રેશન સહિતના કાર્યો માટે જરૂરી કીટ ઓછી પડતા તથા લોકો સવારના ચાર-ચાર વાગ્યાથી લાઈનોમાં ઉમટી પડતા હોય આ અંગેની રજૂઆત ખંભાળિયાના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્ય દ્વારા રાજયમંત્રી મૂળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેન માડમને કરતાં તેમણે તંત્રને આદેશ આપી જરૂરી સવલત ઉભી કરાવવા જણાવતા જિલ્લા કલેકટર જી.ટી. પંડયા તથા પ્રાંત અધિકારી કે.કે. કરમટા તથા મામલતદાર વિક્રમ ભટ્ટ દ્વારા કીટો વધારીને સવલતો વધુ મળે તેવા પ્રયત્નો કરાતાં લોકોને રાહત થઈ છે.
જિલ્લા કલેકટર જી.ટી. પંડયાએ જણાવેલ કે લોકો મોટી સંખ્યામાં આધારકાર્ડ લીંક કરવા તથા કે.વાય.સી. વિગેરે માટે આવતા હોય ખંભાળિયામાં બેંકો તથા આંગણવાડીની વધારાની કીટો મુકીને ત્રણ કીટો શરૂ કરાઈ છે જે પહેલા બે હતી આ ઉપરાંત દ્વારકા જિલ્લામાં ખંભાળિયાના સલાયા તથા દ્વારકાના ઓખા ગામે પણ બે નવી કીટો મુકીને ત્યાં પણ લોકો માટે સુવિધા શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત રાજય સરકાર પાસે ચાર નવી કીટો માટે માંગણી પણ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial