Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઠંડીમાં આંશિક વધારો નોંધાયોઃ
જામનગર તા. ૩૦: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૩ ટકા સુધી ઘટીને પ૯ ટકાએ પહોંચી ગયું હતું. અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧પ.પ ડીગ્રી નોંધાયું હતું. જેના પગલે ઠંડીમાં આંશિક વધારો થયો હતો.
ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થયેલ હિમવૃષા પછી હાલાર સહિત સમગ્ર ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો હતો. ગત્ સવારે ન્યુનત્તમ તાપમાન ૧૪ ડીગ્રીએ પહોંચી જતા ઠંડીમાં પણ વધારો થયો હતો, પરંતુ ત્યારપછી તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર ચાલુ થયો હતો જે પણ યથાવત્ રહ્યો હતો.
તાપમાનમાં થઈ રહેલી વધ-ઘટ વચ્ચે નગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧પ.પ ડીગ્રી અને મહત્તમ તાપમાન ૩૦ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલ ઘટાડાના પગલે ઠંડીમાં આંશિક વધારો થયો હતો. ધોરીમાર્ગો તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો હતો.
જામનગરના વાતાવરણમાં એક જ દિવસમાં ભેજનું પ્રમાણ ૧૩ ટકા સુધી ઘટીને પ૯ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial