Advertisement
Author: નોબત સમાચાર

જામનગર લોહાણા મહાજન દ્વારા રેશનકાર્ડ ધારકોનો ઈ-કેવાયસી કેમ્પ

લોહાણા જ્ઞાતિબંધુઓના લાભાર્થે આયોજનઃ

જામનગર તા. ૩૦: જામનગર શહેરમાં વસવાટ કરતાં લોહાણા જ્ઞાતિબંધુઓ માટે જામનગર લોહાણા મહાજન દ્વારા રેશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

હાલ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ તમામ રેશનકાર્ડ ધારકોએ પોતાના ઈ-કેવાયસી અપડેટ માટે કામગીરી કરવાની થતી હોય જેના અનુસંધાને જામનગર લોહાણા મહાજન દ્વારા જામનગર શહેરમાં વસાવટ કરતાં તમામ લોહાણા જ્ઞાતિજનો માટે (દર રવિવારે) તા. ૧-૧૨-૨૦૨૪ ને રવિવાર સવારે ૧૦-૩૦ થી ૧ વાગ્યા સુધી પંચેશ્વર ટાવર નજીક શ્રી લોહાણા મહાજનવાડીમાં શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) કોન્ફરન્સ હોલમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સર્વજ્ઞાતિજનોને લાભ લેવા જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી તથા માનદમંત્રી રાજેશભાઈ કોટેચાની સંયુકત યાદીમાં જણાવાયું છે. આ કેમ્પની વધુ માહિતી માટે પાર્થ એમ. નથવાણી (મો. ૮૮૬૬૨ ૨૩૦૨૩) નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh