Advertisement
Author: નોબત સમાચાર

વાગુદળ પાસે સર્જાયેલા વાહન અકસ્માતના આરોપીને મધ્યપ્રદેશમાંથી ઝડપી લેવાયો

પાંચ મહિના પહેલાં સર્જયો હતો અકસ્માતઃ

જામનગર તા. ૩૦: ધ્રોલના વાગુદળ પાસે પાંચ મહિના પહેલાં બે બાઈક ટકરાઈ પડતા એક યુવાનનું મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જનાર બાઈક ચાલક નાસી ગયો હતો. તેના સગડ દબાવતી પોલીસે આ આરોપીને મધ્યપ્રદેશ સ્થિત  વતનમાંથી પકડી પાડ્યો છે.

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર આવેલા ધ્રોલ નજીકના વાગુદળ ગામ પાસે ગઈ તા.૧૮ જુનના દિને બે બાઈક ધડાકાભેર ટકરાઈ પડ્યા હતા.  જીજે-૧-પીએ ૬૧૯ નંબરના બાઈકના ચાલકની બેદરકારીથી સર્જાયેલા ઉપરોક્ત અકસ્માતમાં એક યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું.

આ બાબતની પોલીસમાં ફરિયાદ થયા પછી ધ્રોલ પોલીસે ૬૧૯ નંબરના બાઈક ચાલકની ધરપકડ માટે તજવીજ કરી હતી પરંતુ તેનો ચાલક નાસી ગયો હતો. આ શખ્સના દબાવાઈ રહેલા સગડ વચ્ચે મૂળ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના જૂના જીરા ગામના દિનેશ રમેશભાઈ બારેલા ઉર્ફે બલાચટા નામના શખ્સનું નામ ખૂલ્યું હતું. આ શખ્સ પોતાના વતનમાં હોવાની વિગત મળતા ધ્રોલ પીઆઈ એચ.વી. રાઠોડની સૂચનાથી મધ્યપ્રદેશ દોડી ગયેલી પોલીસ ટીમે દિનેશ બારેલાને પકડી પાડી ધ્રોલ ખસેડ્યો છે. આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh