Advertisement
Author: નોબત સમાચાર

સાત વર્ષ પહેલાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર શખ્સને દસ વર્ષની સજા

યુવતીને રૂા.૧ લાખ વળતર પેટે ચૂકવવા હુકમઃ

જામનગર તા. ૩૦: જામનગરની એક યુવતીને લગ્ન કરી લેવાની લાલચ આપી સાત વર્ષ પહેલાં એક શખ્સ મોટરમાં પોતાની સાથે લઈ ગયો હતો. આ શખ્સે દુષ્કર્મ ગુજાર્યા પછી તેણીને ઉતારી મૂકી હતી. પોલીસમાં તેની ફરિયાદ થયા પછી આરોપીની ધરપકડ કરાઈ હતી. ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે આરોપીને દસ વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યા છે. યુવતીને રૂા.૧ લાખ વળતર ચૂકવવામાં આવશે.

જામનગરમાં વસવાટ કરતી એક યુવતી સાથે પરિચયમાં રહેલા રવિરાજસિંહ કનુભા કંચવાએ ગઈ તા.૧૩-૧૧-૧૭ના દિને મોબાઈલ પર કોલ કરી આ યુવતીને ફરવા લઈ જવાની વાત કરી હતી. ત્યારપછી મોટરમાં તે યુવતીને ઘર પાસેથી બેસાડી થોડીવાર ફેરવ્યા પછી રણજીતસાગર તરફ મોટર હંકારી તે યુવતીનો મોબાઈલ બંધ કરાવ્યો હતો.

ત્યારપછી આ યુવતીને ગિર સોમનાથ જિલ્લાના કોડીનાર લઈ જઈ તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને ત્યાંથી દીવ લઈ ગયો હતો. તે પછી રાત્રે ખંભાળિયા બાયપાસ પાસે ઉતારી દઈ રવિરાજસિંહ નાસી ગયો હતો.

આ બાબતે પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે આઈપીસી ૩૭૬, ૩૬૬ હેઠળ ગુન્હો નોંધી રવિરાજસિંહ કંચવાની ધરપકડ કરી હતી. તે કેસ જામનગરની ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયમૂર્તિ વી.પી. અગ્રવાલે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી રવિરાજસિંહ કંચવાને દુષ્કર્મના ગુન્હામાં તકસીરવાન ઠરાવી દસ વર્ષની કેદની સજા અને રૂા.૧૫ હજારનો દંડ ફટકાર્યાે છે. ભોગ બનનાર યુવતીને કમ્પેઈન્સેશનમાંથી રૂા.૧ લાખ વળતર પેટે ચૂકવી આપવા આદેશ કરાયો છે. સરકાર તરફથી પીપી ભારતીબેન વાદી રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh