Advertisement
Author: નોબત સમાચાર

તળાવની કેનાલમાં કેમીકલ્સવાળુ પાણી ઠાલવતા ઉદ્યોગો સામે પગલા ભરો

જળચર પ્રાણી, લોકોમાં આરોગ્યનું જોખમ

જામનગર તા. ૩૦: રણજીતસાગર માર્ગેથી પસાર થતી અને તળાવમાં પાણી લાવતી કેનાલમાં ધંધાર્થીઓ દ્વારા કેમીકલ્સયુકત પાણી છોડવામાં આવે છે. આવા નુકશાન કરતા પાણી તળાવમાં ઠાલવાયા છે. પરીણામે બોરનું પાણી પિતા લોકોની તબીયતન ઉપર અસર થશે તેવી દહેશત પણ વ્યકત થઈ રહઈ છે. આ અંગે કોંગ્રેસના અગ્રણી દ્વારા સમગ્ર પ્કરણ ઉજાગર કરવામાં આવ્યું છે.

શહેરમાં રણજીતસાગર માર્ગેથી પસાર થતી અને તળાવમાં વરસાદી પાણી લાવતી ખુલ્લી કેનાલમાં ઉદ્યોગો દ્વારા પ્રદુષણ યુકત પ્રવાહી છોડવામાં આવે છે. આથી તળાવનાં પાણી પણ પ્રદુષિત થઈ રહય્યું છે. જેનાં કારણે જળચર પ્રાણીઓ ઉપર પણ જોખમ તોલાઈ રહ્યું છે.

આ અંગે કોંગ્રેસના પાર્થ પટેલએ સમગ્ર પ્રકરણને પ્રકાશમાં લાવતા હોબાળો મચી જવા પામ્યો છે. રણજીત સાગર માર્ગો કેનાલ નજીક આવેલ કેટલાક ઉદ્યોગો કેમીકલ્સયુકત પ્રદુષિત પાણી કેનાલમાં ઠાલવી રહ્યા છે. થોડા સમય પહેલા તળાવમાં જળચર પ્રાણીના મૃત્યુ થયા હતાં. આથી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh