Advertisement
Author: નોબત સમાચાર

યુકેમાં અસાધ્ય બીમારીથી પીડિતને ઈચ્છા મૃત્યુની પરવાનગી મળી શકશે

તમામ સંતુષ્ટિ પછી ડોક્ટર જીવનને સમાપ્ત કરવાની દવા આપશેઃ

લંડન તા. ૩૦: યુનાઈટેડ કિંગડમમાં અસાધ્ય બીમારીથી પીડિત વ્યક્તિ પોતાનું જીવન સમાપ્ત કરી શકશે. આ ખરડાને મંજુરી મળ્યા પછી યુકે એવા દેશોની કતારમાં આવી જશે જે અસાધ્ય બીમારીથી પીડિત લોકોને પોતાનું જીવન સમાપ્ત કરવાની પરવાનગી આપે છે. ૩૩૦ સાંસદોએ ઈચ્છા મૃત્યુના પક્ષમાં ર૭પ સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું હતું.

વડાપ્રધાન કીર સ્ટારમેરે પણ બિલની તરફેણમાં મતદાન કર્યું છે, જો કે હાઉસ ઓફ લોર્ડસ અને સંસદીય સમિતિઓ દ્વારા બિલને મંજુરી મળવાની બાકી છે. આ બિલ લેબર સાંસદ કિમ લીડબીટર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે ર૦૧પ માં પણ આ મુદ્દે મતદાન થયું હતું, પરંતુ દરખાસ્ત પસાર થઈ શકી ન હતી.

સીએનએનના અહેવાલ મુજબ અસાધ્ય રોગોથી પીડિત દર્દીઓ માટે જ ઈચ્છા મૃત્યુની મંજુરી આપવામાં આવશે. એક શરત એવી છે કે દર્દી છ મહિનાથી વધુ જીવે તેવી શક્યતા ન હોય, દર્દી ઈચ્છા મૃત્યુ વિશે જાતે નિર્ણયો લેવા સક્ષમ હોવા જોઈએ. તેના પર કોઈપણ પ્રકારનું દબાણ ન હોવું જોઈએ. બે ડોક્ટરો અને હાઈકોર્ટના જજની સહી પછી જ ઈચ્છા મૃત્યુની મંજુરી આપવામાં આવશે.

દર્દીની ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવી જોઈએ. તમામ સંતુષ્ટિ પછી ડોક્ટર જીવનને સમાપ્ત કરવાની દવા તૈયાર કરશે, પરંતુ દર્દીએ આ દવા જાતે લેવાની રહેશે. જો કોઈ વ્યક્તિને ઈરાદાપૂર્વ દબાણ કરવામાં આવ્યું હોય તો તે ગેરકાયદેસર ગણાશે. આરોપીને ૧૪ વર્ષ સુધીની સજા થઈ શકે છે.

બિલના સમર્થકોનું કહેવું છે કે આનાથી દર્દીઓને તકલીફમાંથી રાહત મળશે. તે પોતાનું જીવન ગૌરવપૂર્ણ રીતે નક્કી કરી શકશે. બીજી તરફ ટીકાકારોને ડર છે કે આ કાયદાનો ખોટા હેતુઓ માટે ઉપયોગ થઈ શકે છે. દર્દીઓ પર દબાણ લાવી શકાય છે. તેમના પરિવારો પર બોજ ન બને તે માટે દર્દીઓ પોતે આ વિકલ્પ પસંદ કરી શકે છે. હાલમાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં કોઈને મૃત્યુ પામવામાં મદદ કરવી એ ગુનો છે. કાયદમાં ૧૪ વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ છે..

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh