Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સગીરા સાથે જામનગરમાં થયુ હતું દુષ્કર્મ
જામનગર તા. ૩૦: ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તથા સ્પેશિયલ પોક્સો અલી હુસેન મોહીબુલ્લા શેખ આજે ઇમરાન સિદ્દીકભાઈ સુમરા વાળાને તકસીરવાન ઠરાવી અને ૨૦ વર્ષની સજા તથા રૂા. ૫૦૦૦ દંડ ફટકારેલ છે.
મળતી વિગત પ્રમાણે ભોગ બનનારના પિતા અને આરોપી ઈમરાન અગાઉ સાથે મજૂરી કરતા, ત્યારબાદ ઇમરાન રિક્ષા ચલાવતો હતો, અને ભોગ બનનારને શાળાએ તેડવા મૂકવા જતો હતો. ભોગ બનનારની બનાવ સમયે ઉંમર ૧૩ વર્ષ ચાર માસ હતી. આ સમયગાળા દરમિયાન ભોગ બનનારને સાથે લઈ અને ઇમરાન જામનગર ભાગી ગયેલો અને ત્યાં શરીર સંબંધ બાંધેલો હતો.
ભોગ બનનારે પોતાની જુબાનીમાં જણાવેલું હતું કે ઘરેથી ભાગી ગયા બાદ પ્રેમ સંબંધનો આભાસ ઉભો કરવામાં આવેલો હતો. આરોપી ઇમરાન ની ઉંમર ૩૧ વર્ષ છે જ્યારે ભોગ બનનાર માત્ર ૧૩ વર્ષના છે. શરૂઆતમાં ઇમરાન પાસે કોઈ રકમ ન હોવાથી તેણે પોતાની રીક્ષા જુનાગઢમાં વહેંચી નાખેલ અને પછી ત્યાંથી રાજકોટ થઈ અને જુદા જુદા ગામ થઈ અમદાવાદ રેલવે સ્ટેશન ત્રણ દિવસ રોકાયેલા અને ત્યાંથી જામનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે બંધ દુકાનના ઓટલા ઉપર રહેતા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે શરીર સંબંધ બાંધેલો હતો.
બચાવ પક્ષે એવી દલીલ કરવામાં આવેલી હતી કે અગાઉના પરિચિત છે અને ભોગ બનનાર પરિવારને એક ચોરીના ખોટા કેસમાં સમાધાન પેટે રૂા.૫,૦૦,૦૦૦ આપવાના હોય, આરોપી પાસેથી પૈસા પડાવવા માટે આ ખોટી ફરિયાદ કરેલી હતી. પોલીસની તપાસ પણ તટસ્થ નથી જામનગર એસટી કોર્પોરેશન ના સરકારી પંચો પણ હોસ્ટેઈલ થઈ ગયા છે, અને આરોપી ને ખોટી રીતે સંડોવી દેવામાં આવેલો છે.
સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટર કાર્તિકેય પારેખ તરફથી દલીલો કરવામાં આવેલી હતી કે ભોગ બનનારની ઉંમર નાની છે માત્ર ૧૩ વર્ષની છે તેમને પ્રેમ એટલે શું તેની પણ પૂરી સમજ ન હોય અને આ સંજોગોને ધ્યાને લેવામાં આવે તો આરોપી ૩૧ વર્ષના હતા તેમણે ભોગ બનનારનો લાભ લેવા જ આભાસી સંબંધ ઊભો કર્યો હોય. તેમને ભોગ બનનારને કાયદેસરના વાલી પણ આમાંથી અપહરણ કરી અને લઈ ગયા છે અને જામનગર રાખી, દુષ્કર્મ કરેલું છે, ભોગ બનનારને શાળાએ તેડવા મૂકવા રિક્ષામાં આ જ વ્યક્તિ જતો તેથી તેમણે એક વિશ્વાસ પણ સંપાદન કર્યો હોય તે વિશ્વાસનો પણ વધ કર્યો છે. આ તમામ સંજોગોને ધ્યાને લઈ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખ સાહેબે આજ રોજ ચુકાદો આપી અને ભોગ બનનાર પોતાની મરજીથી ઘરમાંથી નીકળેલી હતી તેવું ઠરાવી ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩-૩૬૬ માંથી આરોપીને શંકા નો લાભ આપેલો છે. જ્યારે ભોગ બનનારની ઉંમર ૧૩ વર્ષની છે અને તેની સાથે શરીર સંબંધ પુરવાર થયો હોય આરોપીને પોક્સો એક્ટ કલમ ૬ તથા ૩૭૬-૨-એન મુજબ તકસીરવાન ઠરાવી અને ૨૦ વર્ષની સજા તથા રૂપિયા ૫૦૦૦ દંડ ફટકારેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial